Western Times News

Gujarati News

રોકાણકારોને એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો

ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી, સેન્સેક્સ પણ ૫૨૮ પોઈન્ટ વધીને ૬૭,૧૨૭ ઉપર બંધ

મુંબઈ, ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ શાનદાર સાબિત થયો. સ્ટોક માર્કેટના બંને ઈન્ડેક્સમાં શરૂઆતના વેપારમાં હરિયાળી છવાઈ હતી અને દિવસના કારોબારનો અંત થાય તે પહેલાં જ મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-૫૦એ ઈતિહાસ રચી દીધો હતો.

ખરેખર બપોરના સમયે નિફ્ટી ઈન્ડેક્સ તેના તમામ જૂના રેકોર્ડ ધરાશાયી કરતાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું અને ૨૦૦૦૦ના લેવલ પર પહોંચી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૨૩ બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો ૧૯૯૯૫નો હતો. સમાચાર લખાવા સુધી નિફ્ટી ૧૮૭.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૦૦૦૭.૦૫ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોમવારે શેરબજારની શરૂઆતમાં જ બજારમાં ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન નિફ્ટી-૫૦ ઈન્ડેક્સ સવારે ૧૯૮૯૦ના સ્તરે ઓપન થયું હતું. જેમ જેમ બજાર આગળ વધ્યો તેમ તેમ નિફ્ટીએ ઝડપથી ગતિએ ઉછાળો દર્શાવ્યો હતો. પહેલીવાર નિફ્ટીએ આ સ્તરને સ્પર્શ કર્યો છે.

૫૦ શેરના ઈન્ડેક્સ નિફ્ટીએ માત્ર ૩૬ સેશનમાં નવી હાઈ સપાટી બનાવી છે. જી-૨૦ સમિટની સફળતાના કારણે ભારતના ડિપ્લોમેટિક પ્રભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. આજની તેજીના કારણે રોકાણકારોને માત્ર એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો થયો છે. આજે બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્‌સના શેર ટોપ ગેઈનર રહ્યા હતા.

શેરબજારમાં આજે જાેરદાર તેજીનો માહોલ છે જેમાં નિફ્ટીએ પહેલી વખત ૨૦૦૦૦ની સપાટી વટાવી હતી. નિફ્ટી આજે વધીને ૨૦,૦૦૮ પાર ગયો હતો અને ૧૯૯૯૬ પર બંધ આવ્યો હતો. છેલ્લે નિફ્ટીની ઓલ-ટાઈમ હાઈ સપાટી રૂ. ૧૯,૯૯૧.૮૫ હતી જે ૨૦ જુલાઈએ નોંધાઈ હતી. આ સાથે નિફ્ટીએ માત્ર ૩૬ સેશનમાં નવી હાઈ સપાટી બનાવી છે.

જી૨૦ સમિટ પછી ઈકોનોમી અંગે ઉત્સાહનો માહોલ છે જેના કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે તેજી જાેવા મળી છે. સેન્સેક્સ પણ ૫૨૮ પોઈન્ટ વધીને ૬૭,૧૨૭ ઉપર બંધ આવ્યો હતો. જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું કે ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી છે અને બજાર વધ્યું છે. ખાસ કરીને જી૨૦ દિલ્હી ડિકલેરેશનના કારણે બધી જગ્યાએ તેની નોંધ લેવાઈ છે.

છેલ્લા બે મહિનાથી નિફ્ટી માટે ૨૦,૦૦૦નો સ્તર હાથવેંતમાં હોવા છતાં દૂર જતો રહેતો હતો. જી૨૦માં ભારતની લિડરશિપ આસપાસ જે આશાવાદ છવાયો હતો તેના કારણે બજારને ઉત્તેજન મળ્યું છે. ક્રૂડ ઓઈલનો ભાવ ૯૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચવા છતાં બજારમાં તેની ચિંતા દેખાતી ન હતી. બજારમાં આજે આવેલી તેજીના કારણે રોકાણકારોને માત્ર એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.