Western Times News

Gujarati News

હૈદરાબાદ એન્કાઉન્ટર :૧૧ ડિસેમ્બરે સુપ્રીમ સુનાવણી કરશે

નવીદિલ્હી, તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના ૪ આરોપીઓના એન્કાઉન્ટર વિશે સુપ્રીમ કોર્ટ ૧૧ ડિસેમ્બરે સુનાવણી કરશે. અરજી કરનારે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર, તપાસ અને કાર્યવાહીની માંગણી કરી છે. અરજી કરનાર એડ્‌વોકેટ જીએસ મણી અને પ્રદીપ કુમાર યાદવે કહ્યું કે, આ મામલે પોલીસે ૨૦૧૪ની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન નથી કર્યું.

એન્કાઉન્ટર થયા પછી તેની એફઆઈઆર દાખલ થવી જરૂરી છે. એન્કાઉન્ટરમાં મારવામાં આવેલા લોકોની પરિવારને તુરંત સુચના આપવાની હોય છે. દરેક મોતની મેજિસ્ટ્રેટ તપાસ થાય છે. એન્કાઉન્ટરની તપાસ સીઆઈડી ટીમ અથવા અન્ય પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ તપાસ એન્કાઉન્ટર સામેલ ટીમના પ્રમુખ કરતાં એક સ્ટેપ ઉંચા પદાધિકારીના અંતર્ગત થાય છે.

આ સીવાય સુપ્રીમ કોર્ટમાં વકીલ એમએલ શર્માએ એન્ટાઉન્ટરની તપાસ માટે ન્યાયલયની દેખરેખમાં એસઆઈટી ગઠિત કરવાની માંગણી કરી છે. તેમણે પોલીસની કાર્યવાહીને સમર્થન આપવા માટે જયા બચ્ચન અને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલિવાલ વિરુદ્ધ પણ અરજી દાખલ કરી છે. મારવામાં આવેલા આરોપી ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. આ મામલે તેલંગાણા હાઈકોર્ટ શુક્રવારે જ માહિતી મેળવી ચૂક્યુ છે. તેલંગાણાના એડ્‌વોકેટ જનરલ રાતે ૮ વાગે હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચ સામે રજૂ થયા હતા.

તેમણે જણાવ્યું કે, આરોપીઓની પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. કોર્ટે આદેશ આપ્યો છે કે, વીડિયોની સીડી અથવા પેન ડ્રાઈવને મહેબૂબનગરના મુખ્ય જિલ્લા જજને આપવામાં આવશે. ત્યારપછી તેને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.