Western Times News

Gujarati News

‘યશોભૂમિ’ના પ્રોજેક્ટનો ખર્ચ 5400 કરોડ: વિશ્વકર્મા યોજના પર ૧૩ હજાર કરોડ ખર્ચાશે

વિશ્વકર્મા જયંતિના શુભઅવસર પર મોદીએ લોન્ચ કરી વિશ્વકર્મા યોજના

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩મો જન્મદિવસ છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા દેશના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને અનોખી ભેટ આપી છે. પીએમ મોદીએ દિલ્હીમાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યું.

પીએમ વિશ્વકર્મા યોજના પણ આજે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર’ એટલે કે ‘યશોભૂમિ’ના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કર્યું. આ પ્રોજેક્ટનો ખર્ચ ૫,૪૦૦ કરોડ રૂપિયા છે. આ સાથે દ્વારકામાં નવી મેટ્રો લાઇનનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર ‘યશોભૂમિ’નું ઉદ્‌ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએએ વિશ્વકર્મા યોજના શરૂ કરી. તેમણે ૧૮ કામદારોને પ્રમાણપત્રો પણ આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે વિશ્વકર્મા સાથી કરોડરજ્જુ છે.

આજનો દિવસ કારીગરોને સમર્પિત છે. વિશ્વકર્મા યોજના પર ૧૩ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વકર્માના સાથીઓની તાલીમ પર ભાર મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે ‘જ્યારે બેંક ગેરંટી નથી આપતી ત્યારે મોદી ગેરંટી આપે છે.’

ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – ‘યશોભૂમિ’ ના તબક્કા-૧ના ઉદ્‌ઘાટન સમારોહમાં ઁસ્ મોદીએ કહ્યું કે “આજે વિશ્વકર્મા જયંતિ છે, આ દિવસ કારીગરોને સમર્પિત છે. હું દેશને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બેંક ગેરંટી નથી આપતી પણ મોદી ગેરંટી આપે છે.

પીએમ કારીગરો અને શિલ્પકારોને ટેકો આપવાના ઉદ્દેશ્યથી પીએમ વિશ્વકર્મા યોજનાના લોન્ચિંગ દરમિયાન યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટરમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘વોકલ ફોર લોકલ’ ઝુંબેશ ઘરગથ્થુ ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સહિયારી જવાબદારી છે અને તેને સફળ બનાવવા માટે દરેકે પ્રયત્નો કરવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા યોજના અને આઈઆઈસીસીના ઉદ્‌ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે અમારા વિશ્વકર્મા મિત્રોને પણ યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટરનો લાભ મળશે. તેમણે કહ્યું, “આ કન્વેન્શન સેન્ટર ભારતીય હસ્તકલાનું વૈશ્વિકરણ કરવામાં મોટી ભૂમિકા ભજવશે. વિશ્વકર્માને ઓળખીને તેમને દરેક રીતે સમર્થન આપવું એ સમયની જરૂરિયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.