Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

ભીલવાડા, રાજસ્થાનના ભીલવાડામાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.

આ દરમિયાન તેમણે મંદિરના દાનપાત્રમાં કોઈ કવર નહીં પરંતુ નોટ નાખ્યા હતા. એવો ભાજપે દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે મંદિરના પૂજારીએ એક વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક કવર નાખ્યું હતું અને તે જ્યારે ૯ મહિના બાદ ખોલવામાં આવ્યું તો તેમાંથી ૨૧ રૂપિયા નીકળ્યા હતા. દાનપાત્રમાંથી અન્ય બે કવર પણ નીકળ્યા હતા. એકમાં ૧૦૧ રૂપિયા અને બીજામાં ૨૧૦૦ રૂપિયા હતા. જાે કે પૂજારીના આ દાવાને ભાજપે ખોટો ગણાવ્યો છે.

ભાજપનું કહેવું છે કે ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં પ્રાગટ્ય દિવસ પર પીએમ મોદી માલાસેરી ડુંગરી દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી દ્વારા દાનપાત્રમાં નાખવામાં આવેલા કવરમાં ૨૧ રૂપિયા હોવાની વાત સામે આવી પરંતુ પાર્ટી દ્વારા જે નવો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે તેમાં જાેવા મળી રહ્યું છે કે પીએમ મોદી દાનપાત્રમાં કવર નહીં પરંતુ નોટ નાખી રહ્યા છે.

નોંધનીય છે કે હાલમાં માલાસેરી ડુંગરીના પૂજારી હેમરાજ પોસવાલે મીડિયાની સામે જ દાનપાત્રમાંથી કવર ખોલની જણાવ્યું હતું કે સફેદ કવર પીએમ મોદીએ દાનપાત્રમાં નાખ્યું હતું. જેમાંથી ૨૧ રૂપિયા નીકળ્યા. મંદિરના પૂજારીનો વીડિયો સામે આવ્યા બાદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને રાજસ્થાન બીજ નિગમ અધ્યક્ષ ધીરજ ગુર્જરે કહ્યું હતું કે પીએમ મોદીએ ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં પ્રાગટ્ય દિવસ પર દેવધામ ભીલવાડાને કશું આપ્યું નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.