Western Times News

Gujarati News

રોમેન્ટિક કોમેડી ફિલ્મ “હરી ઓમ હરી”નું ટીઝર રિલીઝ થયું

“હરી ઓમ હરી”  ફિલ્મમાં અમદાવાદની વાઇબ્રન્ટ શેરીઓથી લઈને જેસલમેરના મોહક લેન્ડસ્કેપ્સ સુધીના આકર્ષક સ્થળો જોવા મળશે

અમદાવાદ, સંજય છાબરીયાના એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શન્સે તેમના આગામી રોમકોમ, “હરી ઓમ હરી” માટે ટીઝર રિલીઝ કરવાની ઘોષણા કરી. નિસર્ગ વૈદ્ય દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ ઈમોશન્સ, ફ્રેન્ડશીપ અને લવના રોલરકોસ્ટર બનવાનું વચન આપે છે.

24મી નવેમ્બર, 2023 ના રોજ થિયેટર્સમાં રિલીઝ

થઇ રહેલ ફિલ્મ, “હરી ઓમ હરી” માં પ્રસિદ્ધ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા તથા રૌનક કામદાર મુખ્ય ભૂમિકામાં છે કે જેઓ એક અદભૂત કલાકાર છે. તેમની સાથે આ ફિલ્મમાં પ્રતિભાશાળી વ્યોમા નંદી અને મલ્હાર રાઠોડ, રાગી જાની, શિવમ પારેખ, કલ્પેશ પટેલ અને સંદીપ કુમાર પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. Hurry Om Hurry – Official Teaser | Siddharth Randeria | Raunaq Kamdar | Vyoma Nandi | Release date 24th Nov 23, 2023″

સ્ટોરી વ્યોમા દ્વારા ભજવવામાં આવેલી વિની અને રૌનક દ્વારા અભિનીત ઓમની રોમાંચક સફરને અનુસરે છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને શરૂઆતથી અંત સુધી મોહિત કરવા માટે તૈયાર છે.

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા નામો દર્શાવતી આ ફિલ્મ પ્રેક્ષકોને સોલફુલ અને ફૂટ-ટેપિંગ સાઉન્ડટ્રેક સાથે આકર્ષવા માટે સજ્જ છે. સલીમ મર્ચન્ટ, અરમાન મલિક, શેખર રવજિયાની, કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી, ભૂમિ ત્રિવેદી અને પાર્થ ભરત ઠક્કર જેવા જાણીતા ગાયકોએ આ મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝામાં પોતાનો સ્વર આપ્યો છે, અને એક મધુર ટ્રીટનું વચન આપ્યું છે જે ફિલ્મના આકર્ષણ અને મનોરંજનને વધુ વધારશે.

પડદા પાછળ, “હરી ઓમ હરી” એક આઉટસ્ટેન્ડિંગ ક્રૂ દ્વારા સંચાલિત છે, જેમાં ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી મિલિંદ જોગ, સાઉન્ડ એન્જિનિયર મંદાર કમલાપુરકર, મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર અને લેખક વિનોદ સરવૈયાનો સમાવેશ થાય છે.

આ ફિલ્મ અમદાવાદની વાઇબ્રન્ટ શેરીઓથી લઈને જેસલમેરના મોહક લેન્ડસ્કેપ્સ સુધીના આકર્ષક શૂટિંગ સ્થળો દર્શાવે છે.

“હરી ઓમ હરી” ની એક ખાસિયત એ છે કે સિદ્ધાર્થ રાંદેરિયા અને રૌનક કામદાર પ્રથમવાર સાથે કામ કરી રહ્યાં છે. બંને કલાકારોના ચાહકો સ્પેલબાઈન્ડિંગ ઓન-સ્ક્રીન અનુભવની અપેક્ષા રાખી શકે છે. વ્યોમા નંદી, “ભૂલ ભુલૈયા 2” માં તેના પ્રભાવશાળી કામ અને દક્ષિણ ભારતીય સિનેમામાં તેના સફળ સાહસો માટે જાણીતી છે, તે ઉત્સાહમાં વધારો કરે છે.

“હરી ઓમ હરી” તેની ફ્રેશ અને યુનિક સ્ટોરીલાઇન માટે અલગ તરી આવે છે, જે રોમકોમના ઉત્સાહીઓ માટે જોવાલાયક ફિલ્મ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.