Western Times News

Gujarati News

નડિયાદમાં લાંચ લેતાં પકડાયેલ સ્ટેમ્પ ડ્યુટી ઈન્સ્પેક્ટરને ચાર વર્ષની કેદ

સરકારી વકીલે ફરીયાદ પક્ષે કુલ પાંચ સાક્ષી તપાસેલા અને સરકાર તરફે કુલ સોળ પુરાવા રજુ કર્યા હતા

(પ્રતિનિધિ) નડિયાદ, નડીયાદ માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન વિભાગ કચેરી ના સ્ટેમ્પ ઈન્સ્પેકટર દસ વર્ષ અગાઉ રૂપિયા પંદર અજા ની લાંચ લેતાં એસીબીના હાથે રંગે હાથ પકડાયા હતા. આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતા કોટે સ્ટેમ્પ ઈન્સ્પેકટર ને ચાર વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના બગડોલ માં રહેતા વિનયભાઈ રતિલાલ અગ્રવાલ એ પોતાના ભાઈને સહ ભાગીદાર રાખીને સર્વે નંબર ૭/૨ વાળી જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદવાની હોય તેવો કઠલાલમાં આવેલી સબ રજીસ્ટાર કચેરીમાં ગયા હતા

ત્યારે સબ રજીસ્ટારે જણાવ્યું હતું કે આ જમીનની જંત્રી વેલ્યુએશન કરાવવાની હોય તમારે નડિયાદમાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં જઈને જંત્રી મુજબ વેલ્યુએશન કરાવી પડશે જેથી વિનય અગ્રવાલ નડિયાદમાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં ગયા હતા.

નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન વિભાગનું આ જમીનનું જંત્રી વેલ્યુએશન સર્ટીફીકેટ ની જરૂર હોય વેલ્યુએશનનું સર્ટીફીકેટનું કામ કરતા ભુપેન્દ્રમાઈ સુથારનાઓને મળ્યા હતા જેથી સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર ભુપેન્દ્રભાઈ એ ફોર્મ નંબર ઃ ૦૧ અને કાચા દસ્તાવેજની ઝેરોક્ષ સાથે અરજી કરવા જણાવ્યું હતું

જેથી વિનય ભાઈ એ ફોર્મ નંબર ઃ ૦૧ અને કાચા દસ્તાવેજની નકલ તૈયાર કરી તારીખ ઃ ૨૫/૦૨/૨૦૧૩ ના રોજ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરી, નડીઆદ ખાતે જઈ ભુપેન્દ્રભાઈ ને આપી હતી ભુપેન્દ્રભાઈએ અરજી તેમજ કાચા દસ્તાવેજ ની વિગત મેળવ્યા બાદ જંત્રી નું મૂલ્યાંકન કરી ને જણાવ્યું હતું કે હું તમને રૂા.૫૬,૦૦૦ નો ફાયદો કરી આપુ..ફાયદા ની ૫૦% રકમ આપો તો… રૂપિયા ૫૬૦૦૦ ના ફાયદા વાળુ જંત્રી વેલ્યુએશન સર્ટીફીકેટ તૈયાર કરી આપું….,

જેથી રકઝક ના અંતે રૂ.૧૫,૦૦૦/-ની રકમ પર શોધો નક્કી થયો હતોે. વિનયભાઈ અગ્રવાલ આ રકમ આપવા માંગતા ના હોય તેમણેગત તારીખ ઃ ૦૧/૦૩/૨૦૧૩ નારોજ પોલીસ ઈન્સ્પેકટર કે.ટી.કામરીયા, એ.સી.બી. પોલીસ સ્ટેશન અમદાવાદનાઓ રૂબરૂ ફરીયાદ આપી હતી જેથી છટકુ ગોઠવી હતું

જેમાં રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ભુપેન્દ્રભાઈ પકડાઈ ગયા હતા જેથી એસીબી પોલીસે ગુનો નોંધી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી. આ કેસ સ્પે.જજ એ.આઈ.રાવલ ની કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ પ્રેમ આર. તિવારીએ ફરીયાદ પક્ષે કુલ ૦૫(પાંચ) સાક્ષી તપાસેલા અને સરકાર તરફે કુલ ૧૬ (સોળ) પુરાવાનું લીસ્ટ રજુ કયા હતા.

કોટે તમામ બાબતો ધ્યાનમાં રાખીને આરોપી ભુપેન્દ્રભાઈ સુખાભાઈ સુથારને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ના ગુનામાં તકસીરવાન ઠરાવી ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.