Western Times News

Gujarati News

GSTના અધિકારી 80 લાખના સોનાની દાણચોરીમાં એરપોર્ટ પર પકડાયા

GST અધિકારી કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઈને બહાર નીકળે તે પહેલાં જ ઝડપી લેવાયો હતો.

(એજન્સી)અમદાવાદ, સોનાની દાણચોરી સાથે સંકળાયેલા કેરીયરો અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિવિધ રૂટનો ઉપયોગ કરી રહયા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોમવારે રૂા.૮૦ લાખની કિંમતના લગભગ દોઢ કિલો સોનાની દાણચોરીના કેસમાં સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવતા એક કલાસ-ર અધિકારીની ડીઆરઆઈએ અટકાયત કરી હતી.

જાેકે જામીન માલીક ગુનો હોવાથી ત્યાં જ જામીન પર મુકત કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દુબઈથી આવતું એક ફલાઈટમાં એક પેસેન્જર દોઢ કિલો સોનું લઈને આવતો હોવાની બાતમી ડીઆરઆઈ દિલ્હીની ટીમને મળી હતી. ફલાઈટ લેન્ડ થાય તે પહેલાં જ ટીમ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી.

દુબઈથી આવેલા સીજીએસટીના અધિકારીઓ દોઢ કિલો સોનાનો જથ્થો એરપોર્ટ પર જ તેમના મળતીયા ગ્રાઉન્ડ સ્ટાફના એક કર્મચારીને આપી દીધો હતો. બાતમી પાકકી હોવાથી ડીઆરઆઈની ટીમે એરપોર્ટના આ કર્મચારીને સોના સાથે જ પકડી લીધો હતો.

અને સોનું કયાંથી આવ્યું તેમજ કયાં લઈ જવાનું હતું તેની કડક પુછપરછ કરતા આ કર્મચારીએ અધિકારીનું નામ આપી દીધું હતું. આ અધિકારી કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઈને બહાર નીકળે તે પહેલાં જ ઝડપી લેવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.