Western Times News

Gujarati News

સચિનમાં ઝેરી કેમિકલ છોડવાનું નેટવર્ક ચલાવનાર દોઢ વર્ષે પકડાયો

પ્રતિકાત્મક

સુરત, સુરતના સચિન જીઆઈડીસીમાં છ વ્યક્તિનો ભોગ લેનારા કેમિકલ કાંડના અલગ અલગ બે ગુનાઓમાં દોઢ વર્ષથી વોન્ટેડ કુખ્યાત સંદીપ ગુપ્તાને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમબ્રાંચની ટીમે અંકલેશ્વર પાસેથી આરોપી સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાની ધરપકડ કરી છે.

સુરત પોલીસની ક્રાઈમબ્રાંચના કહેવા પ્રમાણે સચિન જીઆઈડીસીમાં આવેલી વિશ્વપ્રેમ મિલ પાસે ગત ૬ જાન્યુઆરી ર૦રરના રોજ વહેલી સવારે ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ખાલી કરતે વખતે ખાડીમાં વહેતા કેમિકલયુકત પાણીની સાથે ટેન્કરમાંથી ઠલવાતા કેમિકલના રિએકશનથી ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો,

ઝેરી ગેસની અસરના કારણે ખાડીની બાજુમાં આવેલી વિશ્વપ્રેમ મિલમાં કામ કરતા ૬ લોકોના મોત થયા હતા, બીજા ર૩ લોકોને ગંભીર અસર થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર બનાવની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે અગાઉ ૧પ આરોપીની ધરપકડ કરી હતી કોર્ટમાં ૩૭૧પ પાનાની ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.