Western Times News

Gujarati News

ઘરમાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો પોલીસે અણિયાદ ગામેથી ઝડપ્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામે ભાથીજી ફળિયામાં પોલીસે રેડ કરીને ઘરમાં સંતાડી રાખવામા આવેલો વિદેશી દારુનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપુતને ખાનગી રાહે ખાનગીરાહે બાતમી મળી હતી કે અણીયાદ ગામે ભાથીજી મંદીર ફળીયામાં રહેતા બળવંતભાઈ કોદરભાઈ રાઠોડ નાઓએ તેના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સંતાડી રાખ્યો છે.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરો પો.સ.ઈ. એસ.એમ.ડામોર તથા પો.સ.ઈ. જી.એમ.ગમારા તેમજ સર્વેલન્સ ટીમના માણસોને બાતમી હકિકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી કાયદેસર કરવા સુચના આપવામા આવતા અણીયાદ ગામે ભાથીજી મંદીર ફળીયામાં રહેતા બળવંતભાઈ કોદરભાઈ રાઠોડ નાઓના ઘરે રેઇડ કરી

તેના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા પ્લાસ્ટીકના ક્વાટરીયા કુલ નંગ- ૩૩૬ કિં.રૂ.૩૩,૬૦૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.