Western Times News

Gujarati News

હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર AMCનું પ્રોપર્ટી ટેક્સ બિલ મળી જશે

ચાલુ નાણાંકીય વર્ષમાં ગત તા.૧ એપ્રિલ, ૨૦૨૩થી ૯ ઓક્ટોબર, ૨૦૨૩ સુધીમાં AMC મ્યુનિ. તિજાેરીમાં ટેક્સ આવક પર રૂ.૧૧૬૬.૯૫ કરોડ ઠલવાઈ ચૂક્યા છે,

અમદાવાદ, ઓક્ટ્રોય નાબૂદી બાદ મ્યુનિસિપલ તંત્ર માટે પ્રોપર્ટી ટેક્સની આવક મુખ્ય સ્ત્રોતરૂપ બની છે. પ્રોપર્ટી ટેક્સની આવકથી તંત્ર સામાન્ય પ્રજાકીય સુખાકારીનાં કામ તેમજ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરે છે. પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા માટે સત્તાવાળાઓ સતત ભારે પ્રયાસો કરી રહ્યાં છે.

નવી યોજનાઓ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ કરદાતાને નવી સુવિધા આપવાની દિશામાં પણ સત્તાધીસો સતત પ્રયત્નશીલ છે, જેના કારણે હવે આગામી દિવસોમાં અમદાવાદીઓના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રોપર્ટી ટેક્સનાં બિલ મળતાં થાય તે દિશામાં પણ તંત્રએ કવાયત આરંભી છે.

ટેક્સની આવકમાં વધારો કરવા માટે ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૦૦ ટકા વ્યાજમાફી ઈન્સેન્ટિવ યોજના અમલમાં મુકાઈ હતી, જે સૌપ્રથમ વાર એપ્રિલ-૨૦૨૩માં પણ ચાલુ રખાઈ હતી. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મ્યુનિ.કોર્પાેરેેશન દ્વારા સૌથી વધુ ૧૫ ટકા સુધીની એડવાન્સ રિબેટ સ્કીમ પણ જાહેર કરાઈ હતી.

જેને પ્રોપર્ટી ટેક્સ કરદાતાઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી. આ ઉપરાંત તંત્રની ૧૦૦ ટકા વ્યાજમાફી ઈન્સેન્ટિવ યોજના અને ૧૫ ટકા સુધીની એડવાન્સ રિબેટ યોજના એમ બે પ્રકારની પ્રોત્સાહન યોજના હોવા છતાં જે કરદાતાનો મ્યુનિ.ટેક્સ વિભાગના ચોપડે વધુ ટેેક્સ બાકી બોલતો હોય તેવા મોટા બાકી કરદાતાઓની મિલકત ઉપર બોજાે નોંધવાની તેમજ અમુક મિલકતોની હરાજી કરવા સુધીની કડક પ્રક્રિયા હાથ ધરાઈ છે.

જેના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ગત તા.૧ એપ્રિલ, ૨૦૨૩થી ૯ ઓક્ટોબર, ૨૦૨૩ સુધીમાં મ્યુનિ. તિજાેરીમાં ટેક્સ આવક પર રૂ.૧૧૬૬.૯૫ કરોડ ઠલવાઈ ચૂક્યા છે, જેમાં પ્રોપર્ટી ટેક્સની આવકથી રૂ.૯૪૭.૭૨ કરોડે, પ્રોફેશનલ ટેક્સની આવકથી રૂા.૧૧૨.૮૦ કરોડ અને વિહિકલ ટેક્સની આવકથી રૂ.૧૦૬.૪૪ કરોડ પ્રાપ્ત કરાયા છે.

સત્તાધીશો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ પ્રોપર્ટી ટેક્સ ખાતામાં મહત્તમ કામ ઓનલાઈન ડિજિટલ માધ્યમથી થાય તેવી વ્યવસ્થામાં વૃદ્ધિ કરવાની કવાયત હાથ ધરાઈ છે. અત્યારે કરદાતા પોતાના બિલમાં દર્શાવેલા યુનિક ક્યુઆર કોડને સ્કેન કરી તરત જ ઓનલાઈન માધ્યમથી બિલનું પેમેન્ટ કરી શકે છે. ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ કરદાતાઓમાં વધુને વધુ લોકપ્રિય થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.