Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ રોગચાળાની દહેશત

મકતમપુરની એગ્રીકલ્ચર હોસ્ટેલ નજીક ઉકરડો ઉભો થતા ગંદકીના સામ્રાજ્યથી ૫૦થી વધુ વિદ્યાર્થીઓ રોગચાળામાં સપડાયા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના જ વોર્ડમાં ગંદકીના સામ્રાજ્ય અને ચિકન શોપની દુકાન માંથી નીકળતો વેસ્ટ જાહેરમાં નિકાલ કરતા મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના સામ્રાજ્યથી કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ગંભીર રોગચાળામાં સપડાય કોલેજના પ્રધ્યાપકો મેદાને ઉતર્યા હતા.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ સ્વચ્છતાના નામે શૂન્ય જાેવા મળી રહ્યું છે.ગંદકીના સામ્રાજ્યથી મચ્છરોનો ઉપદ્રવ ઉભો થઈ રહ્યો છે અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ અને ઉપપ્રમુખ અક્ષય પટેલ,તેમજ પવડી ના માજી ચેરમેન હેમુ પટેલના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે.

પોતાના જ વિસ્તારમાં ગંદકી દુર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોય તેવા આક્ષેપ સાથે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભયંકર રોગચાળામાં સપડાયા જતા જ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે સ્વીકાર્યું હતું અને આસપાસની ચિકનની દુકાનો દ્વારા તેમના વેસ્ટનો નિકાલ કરાતો હોય છે અને હવે સફાઈ નિયમિત થાય તેવું નિવેદન મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ગંદકીના સામ્રાજ્યથી મકતમપુર ખાતેની એગ્રીકલ્ચરના ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રોગચાળામાં સપડાય જતા કેટલાય વિદ્યાર્થીઓએ તેમના વતન સારવાર લેવા જવાની ફરજ પડી રહી છે.આ બાબતે ભરૂચ નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરને જાણ કરવામાં આવતા તેમણે પણ કહ્યું કે

તમે કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે રૂપિયા લો છો તો તમારે જ સફાઈ કરાવવાની જેવા ઉડાવ જવાબ આપતા પ્રધ્યાપકો પણ હવે મેદાને ઉતર્યા હતા.ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા અને ઉકરડો કાયમી દૂર કરવાની માંગણી સાથે ભરૂચ નગરપાલિકાની સ્વચ્છતાની લાલિયા વાળી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

ગંદકીના સામ્રાજ્યથી બીમાર પડેલા વિદ્યાર્થીઓએ મેડિસિન્સ અને રિપોર્ટ સાથે મેદાનમાં ઉતરતા ભરૂચ જીલ્લાના આરોગ્યતંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ ગયા છે.કોલેજમાં ૪૦૦ થી વધુ જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય ત્યારે તેઓની આરોગ્યની ચિંતા કરી કોલેજના પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓ મજબૂર થઈ આખરે મેદાનમાં ઉતારવાની નોબત આવી હતી.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ અને ઉપપ્રમુખ અક્ષય પટેલ છે તો પ.વ.ડી ના માજી ચેરમેન હેમુબેન પટેલ પણ છે.પરંતુ પોતાના જ વિસ્તારમાં સફાઈ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.ત્યારે નારાયણ હોસ્પિટલ નજીક પણ ખુલ્લી ગટરથી ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે.

તદ્દઉપરાંત મકતમપુર પાટિયા નજીક એગ્રીકલ્ચર કોલેજ આવેલી છે.જ્યાં જાહેરમાં જ ઉકરડા જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.છતાં પણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ આ વિસ્તારમાં સફાઈ કરાવવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો ઉભા થયા છે.

ભરૂચમાં એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ કે જેઓ વેસ્ટ માંથી બેસ્ટ કરી વર્મી કંપોસ્ટ ખાતર બનાવી સ્વચ્છતા જાળવી રાખતા હોય છે તે જ વિદ્યાર્થીઓ આજે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગચાળામાં સપડાયા છે અને આ બાબતની જાણ ભરૂચ જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને થતા તેઓ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું તાળી હું તપાસ કરાવું છું.

ભરૂચ જીલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવો રોગચાળો વધુ હ વકરે તે પહેલા આરોગ્યતંત્ર કુંભકર્ણની નીંદર માંથી બહાર આવે તે પણ જરૂરી છે. મકતમપુર વિસ્તારમાં ચાલતી ચિકન શોપ અને રેસ્ટોરન્ટ માંથી નીકળતો વેસ્ટ કચરો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે.જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.