Western Times News

Gujarati News

ગોધરા સિવિલમાં કરોડોનું સીટી સ્કેન મશીન ભંગારમાં ફેરવાયું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સીટી સ્કેન (કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન) તે એક મેડિકલ ઇમેજિંગ પ્રક્રિયા છે. જે શરીરની ચોક્કસ આંતરિક છબીઓ બનાવે છે. જે વ્યક્તિઓ સીટી સ્કેન કરે છે તે રેડિયોલોજિસ્ટ અથવા રેડિયોગ્રાફી ટેક્નોલોજિસ્ટ છે.

CTસ્કેનમાં, તમારા શરીરની અંદરના હાડકાં, રક્ત ધમનીઓ અને નરમ પેશીઓની ક્રોસ-સેક્શનલ ઈમેજાે (સ્લાઈસ) કોમ્પ્યુટરાઈઝ્‌ડ ટોમોગ્રાફી (CT) સ્કેન દરમિયાન બનાવવામાં આવે છે. CT સ્કેનની છબીઓ એક્સ-રે કરતાં વધુ માહિતી આપે છે.

ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. વર્ષ ૨૦૦૪ માં રૂા. ૧.૨૫ કરોડના ખર્ચે નવીન સીટી સ્કેન મશીન કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૫ વર્ષ બાદ આ મશીન એકા એક ટેક્નિકલ ખામીઓ ઉભી થતા મશીન બગડી જતા આ સીટી સ્કેન મશીન પાછલા ૧૪ વર્ષથી બંધ પડી રહેતા રેડિયોલોજી વિભાગમાં તાળા મારી દેવામાં આવેલ છે.

૧૪ વર્ષથી મશીન પડી રહેતા ભંગાર જેવી થઈ જવા પામેલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન મશીન ખોટકાતા દર્દીઓને ખાનગીમાં મોધા ભાવે રૂા.૨૫૦૦ થી રૂા.૫૦૦૦ સુધી સીટી સ્કેન કરાવવા જવાની ફરજ પડે છે. જેને લઈ ને જીલ્લાભરની પ્રજામાં ભારે છુપો રોષ જાેવા મળી રહ્યો છે.

પાછલા ૧૪ વર્ષ થી સીટી સ્કેન મશીન બંધ પડી રહેતા તેની સ્થતિ ભંગાર જેવી થઈ જવા પામેલ છે. હાલ સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા તેની હરાજી કરવા માટે મંજૂરી મેળવી લીધી છે. જેથી હવે આ મશીનની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.