Western Times News

Gujarati News

એસટી સ્ટેન્ડમાં બિનવારસી થેલો મળી આવતા નાસભાગ મચી

પ્રતિકાત્મક

ગોડલ, ગોંડલ બસસ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મ એક બિનવારસી થેલો મળી આવતા અને થેલામાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પ્લેટફોર્મ પર બસની રાહ જાેઈ રહેલા મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતાજ ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડોગ તથા બોમ્બ સ્કવોડ પણ ધસી ગઈ હતી. અફરાતફરીના માહોલ વચ્ચે તંત્ર દ્વારા બસસ્ટેન્ડમાં મોકડ્રીલ કરાયાનું જાહેર કરાતા મુસાફરોમાં હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડમાં સવારના સુમારે મુસાફરોની ખાસી ચહલપહલ વચ્ચે પ્લેટફોર્મ પર આવેલી એસ.ટી. ઈન્કાવાયરી ઓફીસે પાસ બિનવારસી થેલો મળી આવ્યો હતો. દરમ્યાન થેલામાં બોમ્બ હોવાની અફવાઓ જાેર પકડતા ભાગદોડ મચી જવા પામી હતી. ડેપો મેનેજરે કુલદીપસિંહ જાડેજાએ જાણ કરતા ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અને એસ.ટી. બસસ્ટેન્ડ પ્લેટફોર્મ પર રહેલા મુસાફરોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શંકાસ્પદ થેલામાં બોમ્બ હોવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ બોમ્બ સ્કવોડ ડિઝાસ્ટર ટીમને જાણ કરાતાં ડોગ સ્કવોડ બોમ્બ સ્કવોડ સહીતની ટીમી પણ એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે દોડી આવ્યા હતા.

દરમ્યાન પ્લેટફોર્મ ન.૭ પાસે એક શંકાસ્પદ થેલો મળી આવતા અને તેને ચેક કરાતા થેલામાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને બિનવારસી થેલાને બસસ્ટેન્ડથી દુર ખસેડવામાં આવ્યો હતો. જીલ્લા કલેકટરની સુચના મુુજબ વહીવટીી તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.