Western Times News

Gujarati News

પશુપાલકોએ વાડામાં ઢોર બાંધવાની વ્યવસ્થા હવે ફરજિયાત કરવી પડશે

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઆએ દ્વારા ૧ સપ્ટેમ્બરથી અમદાવાદમાં નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણએ કાયદા વધુ કડક થયા છે. શહેરીજનોને રોજબરોજના જીવનમાં કનડતી સમસ્યાઓમાં રખડતાં ઢોરોનો પણ સમાવેશ થાય છે.

તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરીને વધુ અસરકારક બનાવાઈ છે, જેના કારણે છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં શહેરમાંથી વિક્રમજનક સંખ્યામાં એટલે કે ૩,૩૨૦ રખડતાં ઢોરને પકડીને તેને ઢોરવાડામાં પૂરવામાં આવ્યાં છે. નવી ઢોર નિયંત્રણ પોલિસી હેઠળ જે તે પશુપાલકે તેમના વાડામાં ઢોર બાંધવાની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે, જેના કારણએ વાડામાં ઓછી જગ્યા હોય તો વધારાનાં ઢોરને રોડ પર રખડતાં મૂકી નહીં શકાય.

મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને રાહત અપાવવા ન્માટે નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકાઈ છે. આ પોલિસી હેઠળ તંત્રે રોજના ૧૦૦ ઢોર પકડવાનો લક્ષ્યાંક નક્કી કર્યાે છે.

જાે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વાડજ અને લાંભા સહિતના વિસ્તારોમાં ઢોર પકડવાની પાર્ટી પર કેટલાક માથાભારે તત્વો હિંસક હુમલા કરી રહ્યાં હોવાથી આ કામગીરી થોડાઘણા અંશે પ્રભાવિત થઈ છે. આજે ઢોર પકડવાની કામગીરીમાં ભલે બહુ અસરકારતા રહી નથી, પરંતુ નવી ઢોર નિયંતરણ પોલિસીના કેટલાક નિયમોએ ચર્ચા જગાવી છે.

આ ચર્ચાસ્પદ નિયમો પૈકી એક નિયમ એવો છે કે પશુપાલકે પોતાના વાડામાં ઢોરને બાંધવાની વ્યસ્થા ફરજિયાત કરવાની રહેશે. બીજા અર્થમાં વધારાના ઢોરને રોડ પર ફરતાં મૂકી શકાશે નહીં. હાલના સંજાેગોમાં પશુપાલકો વાડામાં સુવ્યવસ્થિત રીતે બાંધી શકાય તેટલી સંખ્યામાં ઢોર રાખવાના બદલે ખાસ્સા એવા વધારે ઢોર રાખે છે,

જેમને વાડાની બાજુમાં આવેલી ફૂટપાથ કે અન્યત્ર બાંધવામાં આવે છે. હવે નવા નિયમ મુજબ તમામ ઢોર માટે પશુપાલકોએ પોતાના વાડામાં જ બાંધવાની વ્યવસ્થા ફરજિયાત ઉભી કરવાની હોવાથી જાે તેમ નહીં થાયતો મ્યુનિસિપલ કોર્પાેરેશનનો સીએનસીડી વિભાગ આવા ઢોરોને પકડીને ઢોરવાડમાં પૂરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.