Western Times News

Gujarati News

દશેરાને લઈને અનેક વિસ્તારમાં પંડાલ બાંધવામાં આવ્યા

અમદાવાદ, દશેરાના એક દિવસ પહેલા જ ફાફડા જલેબી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં દુકાનમાં ફાફડા જલેબી માટે ખાસ પંડાલ બાંધવામાં આવ્યાં છે. કોર્પોરેટ ઓર્ડર અને સોસાયટીઓનાં ઓર્ડરને પહોચી વળવા માટે ફાફડા તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો ૫૦ રૂપિયાનો વધારો થયો છે.

ફાફડા રૂપિયા ૫૦૦થી ૬૫૦ પ્રતિકીલો અને જલેબી ૮૦૦થી એક હજાર રૂપિયા કિલો સુધીમાં વેચાણ થઈ રહ્યા છે. રાજકોટમાં પણ દશેરાને લઈને તૈયારીઓ પુરજાેશમાં છે. મીઠાઈ અને ફરસાણનાં વેચાણ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાેકે ફરસાણ અને મીઠાઈમાં મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. રાજકોટમાં આ વર્ષે મીઠાઈમાં ૨૦ થી ૪૦ ટકાનો ભાવ વધારો જાેવા મળી રહ્યો છે.

દૂધ, ઘી, તેલ, ચણાનાં લોટમાં થયેલા ભાવ વધારાની અસર જાેવા મળી રહી છે. રાજકોટમાં ૨૨ કરોડની મીઠાઈ વેચાવાનો અંદાજ છે. સૌથી વધુ ધારી, જલેબી સાટા અને ગાંઠિયાનું વેચાણ થશે. આ દશેરાએ બખલવાનો ભાવ ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયા, કાજુની જલેબીનો ભાવ ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયા તો સાટાના ૪૦૦ અને જલેબીનો ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો આસપાસ હશે.

એક બાજુ ગાંઠીયના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે તો બીજી બાજુ ગાંઠીયા સાથે ખવાતા મરચાનાં ભાવમાં પણ ધરખમ વધારો જાેવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં મરચાના ભાવ ૮૦ રૂ. પ્રતિ કિલો પહોચ્યાં છે. સામાન્ય દિવસોમાં હોલસેલ માર્કેટમાં ૩૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા મરચાં ૮૦ રૃપિયા સુધી પહોંચ્યા છે. રિટેલ મર્કેટમાં મરચાનો ભાવ રૂ.૧૦૦ પ્રતિ કિલો આસપાસ છે. દશેરાના તહેવારમાં ફાફડા સાથે મરચાની માંગ હોવાથી મોટા પ્રમાણમાં મરચાંનું વેચાણ વધ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.