Western Times News

Gujarati News

બેનીનો ગુસ્સો ઠંડો પાડવા માટે હપ્પુ તેને રેસ્ટોરાંમાં જમવા લઈ જાય છે

&TV પર એન્ટરટેઈનમેન્ટથી ભરચક સપ્તાહ!-એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં આ સપ્તાહમાં એન્ટરટેઈનમેન્ટ તડકા જોવા માટે તૈયાર થઈ જાઓ.

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) રાજેશ (ગીતાંજલી મિશ્રા)ને તેને માટે કરવાચોથનો ઉપવાસ રાખવાનું વચન આપે છે. જોકે કટોરી અમ્મા (હિમાની શિવપુરી) ના પાડે છે, કારણ કે તે માને છે કે પતિઓ પત્ની માટે ઉપવાસ રાખે તેમાં તે માનતી નથી. બેની (વિશ્વનાથ ચેટરજી) પોતાની પત્ની બિમલેશ (સપના સિકરવાર) તેને ઉપવાસ રાખવા દબાણ કરી રહી છે એવું કહીને આ માટે હપ્પુને જવાબદાર ઠરાવે છે. બેનીનો ગુસ્સો ઠંડો પાડવા માટે હપ્પુ તેને રેસ્ટોરાંમાં ખાવા લઈ જાય છે. જોકે તેઓ વધુ પડતો શરાબ ઢીંચતાં અને ખાવાનું ભૂલી જતાં સાંજ તેમને માટે મોંઘી પડે છે. બીજા દિવસે સવારે તેઓ ઉપવાસ વિશે તેમની પત્નીઓ  યાદ અપાવતાં જાગે છે. કટોરી અમ્માને હપ્પુ ઉપવાસ કરવાનો છે તે જાણ થાય છે અને ઉપવાસ તોડવા માટે યોજના ઘડી કાઢે છે.”

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા કહે છે, “યશોદા (નેહા જોશી) મિલકતનાં કાગળિયાંને આગ ચાંપે છે અને દાદાજી (સુનિલ દત્ત) કૃષ્ણા (આયુધ ભાનુશાલી)નો હાથ ઝાલીને ઘરમાં આવે છે. અન્યો પણ પછી દોડી આવે છે. કામિની (પ્રીતિ સહાય) અને અરવિંદ (મયંક મિશ્રા) કૃષ્ણાનો પ્રવાસ અટકાવવા માટે નિષ્ફળ પ્રયાસ કરે છે, પરંતુ રણધીર (દર્શન દવે) મિલકતનાં કાગળિયાં રાખ થઈ ગયાં હોવાથી તેમની નિઃસહાયતા પર ભાર આપે છે. એક વ્યૂહાત્મક પગલામાં દાદાજી યશોદાને અશોક (મોહિત ડાગા)ની ચેમ્બરનાં કાગળિયાં આપીને તેને ભાડે મૂકવા કહે છે. રાત્રે કામિની કૃષ્ણાને ઘર છોડી જવા માટે કાવતરું કરવાના પ્રયાસ કરે છે. જોકે દાદાજી દવાઓ હાથમાં લાવીને મધ્યસ્થી કરે છે અને તેણીને ઘર છોડી જવા આગ્રહ કરે છે. દાદાજી અને કૃષ્ણા વચ્ચે ઘેરો સંબંધ જોઈને અરવિંદ, બંસલ અને કામિની ગુપ્તા પરિવારમાંથી કૃષ્ણાને હાંકી કાઢવા માટે તેનું કાટલું કાઢવાનું કાવતરું ઘડે છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “જમતારેશ્વર નામે ઠગ વિભૂતિ (આસીફ શેખ)ને કોઈક પાસેથી ખંડણી વસૂલવા માટે બોગસ કોલ કરતો જુએ છે. વિભૂતિની કુશળતાથી પ્રભાવિત જમતારેસ્વર છેતરપિંડીના પોતાના ધંધામાં વિભૂતિને નોકરીની ઓફર કરે છે, જ્યાં તેઓ બોગસ કોલ કરીને લોકોને છેતરતા હોય છે. વિભૂતિ આરંભમાં ઈનકાર કરે છે, પરંતુ જમતારેશ્વર તેને બ્લેકમેઈલ કરે છે. આખરે વિભૂતિ ટીકા (વૈભવ માથુર) અને ટીલુ (સલીમ ઝૈદી)ને પણ જોડે છે અને તેઓ અનધિકૃત ધંધામાં આગળ નીકળી પડે છે. દરમિયાન અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) તિવારી (રોહિતાશ ગૌર)ને નાણાકીય સૂચન કરે છે, જેને લઈ તેઓ કર બચાવવા અંગૂરી (શુભાંગી અત્રે)ને નામે ખાતું લાવે છે અને અનેક નાણાકીય લેણદેણ કરે છે. વિભૂતિ અને તેની ટીમ અંગૂરીને બોગસ કોલ કરીને તેને ઠગે છે અને પાંચ લાખ રૂપિયા પડાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.