Western Times News

Gujarati News

રોજની તકલીફોથી માણસ શું કરે ?

કલ્પેશ સોલંકી કલ્પ નામના ઉપનામથી લખે છે. તેમનો જન્મ ૧૧-૧૧-૧૯૭૬ના રોજ અમદાવાદમાં થયો હતો. ૧૯૯૯થી તેમણે લખવાનુ શરૂ કર્યું. તેમના મામા બાબુભાઈ મકવાણા તેમના આદર્શ છે. તમને ગઝલો વાંચવી ખૂબ ગમે સાથે સાથે સાહિત્યના દરેક પ્રકાર તેમને વાંચવા ગમે. શરૂઆતમાં તેમને ઘણી નવલિકાઓ લખી. આર્ટિકલ , ગઝલનો આસ્વાદ પણ તેઓ લખે છે. તેમના પ્રિય કવિ શ્રી રમેશ પારેખ અને શ્રી જાેસેફ મેકવાન તેમના પ્રિય લેખક છે.

૨૦૧૫માં પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ રિક્તતા પ્રકાશીત થયો.સામાજિક કાર્યકર,પત્રકાર ,હાસ્ય લેખક,વાર્તાકાર,ગઝલકાર,નાટ્યલેખક,સાહિત્યકાર, સાહિત્યક અને રાજકીય કાર્યક્રમમાં સંચાલક,મેડિકલ સ્ટાફ, સામાજિક કાર્યકર તરીકે પણ તેઓ કાર્યરત છે.તેમને ઘણા એવોર્ડ અને સન્માનપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૩ વર્ષથી તેઓ સાહિત્યની સેવા કરવા કાર્યરત છે.

‘રોજ તકલીફો ઘણી  માણસ કરે તો શું કરે ? સુરજથી નાનો ઘણો,  ફાનસ કરે તો શું કરે ?’

રોજ નીત નવી તકલીફોનો સામનો માણસને કરવો પડે છે. તકલીફોનું વાવાઝોડુ ઘણી વખત આવી જતુ હોય છે. ફાનસ સુરજથી ઘણુ નાનુ હોય છે, તે છતાં કોઈના ઘરનુ અંધારું દૂર કરી અજવાળુ કરે છે. સુરજ સમગ્ર પૃથ્વી પર અજવાળુ કરે છે તો ફાનસ કોઈના ઘરને ઝળહળ કરે છે…
‘ઝેર રેડાયું હશે કોઈકના મનમાં પછી

આગ લાગી ભીતરે,  કરે તો શું કરે ?’ ઈર્ષા અને દ્વેષથી માણસ પીડાય ત્યારે એ પોતાનું નુકશાન કરે છે સાથે સાથે જ તેઓ પોતાના પરિવારનું પણ નુકશાન કરે છે. તેમના મનમાં આગ લાગી હોય છે તો બાકસની કોઈ જરૂર નથી હોતી. મનમાં રહેલું ઝેર લોકો પર કાઢીએ તો તકલીફ ક્યાંક ને ક્યાંક મનમાં જરૂર થાય છે.મન તો જાણે જ છે સાચુ શું અને ખોટુ શું છે.

‘કેટલી જૂની હતી પ્રથા ,  તમે બદલી શકો ? ઝાડનો હાથો હવે વારસ કરે તો શું કરે ?’

જૂની પ્રથા બદલવા ઘણી હિંમત અને સાહસ જાેઈએ. નવો ચીલો ચિતરવો સહેલુ નથી.નવો રસ્તો બનાવવો અને એ રસ્તા મુજબ ચાલવુ અને લોકોને સાથે જાેડવા એ અત્યંત અઘરુ કામ છે. જેના હ્રદયમાં ડર નથી અને નવુ કરવાની હામ જેના મનમાં છે એ જ જૂની પ્રથા બદલી શકે છે…

‘ના કશું દેખાય એને,મોતિયો આવ્યો હતો, એટલી ઘટના હતી, ધુમ્મસ કરે તો શું કરે ?’

ક્યારેક કંઈ જ ન દેખાય અને આંખોમાં મોતિયો આવે તો એમાં ધુમ્મસ આવે, એમાં એકલા ધુમ્મસનો કોઈ વાંક નથી. બધી પરિસ્થિતિ જ તકલીફ આપે એવી છે. જીવન જ્યારે સમસ્યાથી ઘેરાયેલું હોય તો એકાદ સમસ્યાની ભૂલ નથી હોતી. ચારેબાજુ તકલીફ હોય તો એક એક સમસ્યા ઉકેલતા જવુ પડે.
‘હું ભલે એની ગલીનો
એ રસ્તો ભૂલ્યો હતો,

એમના ઘરનો કહો નકશો કરે તો શું કરે ?’ એના ઘરનો રસ્તો જ ભૂલી ગયો. નકશો પાસે હોય પણ એ નકશો કંઈ કામનો નથી. જ્યારે આપણે કોઈના ઘરનુ એડ્રેસ જ ભૂલી જઈએ તો એ ઘરે આપને ક્યારેય ના પહોંચી શકાય. મંઝિલ જ નથી ખબર તો આપણે જ્યાં હોઈએ ત્યાં જ રહી જઈએ છીએ..
‘ચોતરફ તો લાંગરેલા વેદનાના વહાણ છે,

વાંક કોનો શોધવો,દરિયો કરે તો શું કરે ?’ ચારેબાજુ વેદનાના વહાણ છે, વાંક કોનો શોધવો?દરિયો એમાં શું કરી શકે? માણસોએ ચારેબાજુ વાહનો લાંગરેલા છે. પોતાના સ્વાર્થ માટે માણસો કંઈ પણ કરી શકે. કુદરત કંઈ કરી શકે એમ નથી. આપણે જ આપણી તકલીફો ક્યાંક ને ક્યાંક વધારી છે. આપણે સુખ સુવિધાની દોડમાં મનની શાંતિ ખોઈ બેઠા છે.

અંતની અટકળ 

તકલીફો આપણને મજબૂત બનાવે છે.જેમ જેમ તકલીફો પસાર કરીને આગળ વધતા જઈએ એમ આપણી અંદર આત્મવિશ્વાસ વધતો જ જાય છે.
રોજ તકલીફો ઘણી માણસ કરે તો શું કરે ?
સુરજથી નાનો ઘણો, ફાનસ કરે તો શું કરે ?
ઝેર રેડાયું હશે કોઈકના મનમાં પછી
આગ લાગી ભીતરે, બાકસ કરે તો શું કરે ?
કેટલી જૂની હતી પ્રથા , તમે બદલી શકો ?
ઝાડનો હાથો હવે વારસ કરે તો શું કરે ?
ના કશું દેખાય એને,મોતિયો આવ્યો હતો,
એટલી ઘટના હતી, ધુમ્મસ કરે તો શું કરે ?
હું ભલે એની ગલીનો એ રસ્તો ભૂલ્યો હતો,
એમના ઘરનો કહો નકશો કરે તો શું કરે ?
ચોતરફ તો લાંગરેલા વેદનાના વહાણ છે,
વાંક કોનો શોધવો,દરિયો કરે તો શું કરે ?
– કલ્પેશ સોલંકી ‘કલ્પ’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.