Western Times News

Gujarati News

CRPFની 75 મહિલા બાઇકર્સના #StatueOfUnity  ખાતે “ડેર-ડેવિલ શો”એ સૌના દિલ જીતી લીધા

(જૂઓ વિડીયો)  રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં બોર્ડર સિક્‍યુરિટી ફોર્સ અને રાજય પોલીસની વિવિધ ટુકડીઓએ ભાગ લીધો હતો.

નવી દિલ્‍હી વડા પ્રધાન મોદીએ મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ નિહાળવા ગુજરાતના કેવડિયામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પરેડમાં બોર્ડર સિક્‍યુરિટી ફોર્સ અને રાજય પોલીસની વિવિધ ટુકડીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમને સંબોધતા પીએમએ કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ દેશના વિકાસમાં અવરોધરૂપ છે. તુષ્ટિકરણ કરનારા લોકો માનવતાના દુશ્‍મનો સાથે ઉભા રહેતા અચકાતા નથી. તુષ્ટિકરણની માનસિકતા એટલી ખતરનાક છે કે તેઓ આતંકવાદીઓને બચાવવા કોર્ટમાં પહોંચે છે.

જેની ઊંચાઈ ૧૮૨ મીટર છે. બાદમાં પીએમએ સભાને સંબોધિત કરી અને રૂ. ૧૬૦ કરોડના વિકાસ પ્રોજેક્‍ટનું લોકાર્પણ કર્યું. ૧૮૭૫માં ગુજરાતમાં જન્‍મેલા સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા. તેઓ સ્‍વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા અને મહાત્‍મા ગાંધીના સહયોગી તરીકે ઉભરી આવ્‍યા હતા. તેઓ સ્‍વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી બન્‍યા. સેંકડો રજવાડાઓને સરકારમાં ભેળવી દેવાનો શ્રેય તેમને જાય છે.

દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ અમને ગર્વ છે. અમને ગર્વ છે કે વિશ્વ જયારે યુદ્ધ અને અન્‍ય સંકટનો સામનો કરી રહ્યું છે ત્‍યારે પણ અમારી સરહદો સુરક્ષિત છે. અમને ગર્વ છે કે અમે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્‍તિ બનવા જઈ રહ્યા છીએ.

અમે ચૂંટણીની મોસમમાં છીએ અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. કેટલાક રાજકીય પક્ષો માત્ર તુષ્ટિકરણને કારણે હકારાત્‍મક રાજકારણમાં માનતા નથી. તેઓ માત્ર પોતાની રાજનીતિ માટે દેશની સુરક્ષા સાથે સમાધાન કરવા તૈયાર છે. તેઓ તેમની નકારાત્‍મક રાજનીતિને કારણે દેશ પર તોળાઈ રહેલા જોખમ વિશે વિચારવા તૈયાર નથી. આવા લોકો અને તેમની વિભાજનકારી રાજનીતિથી રાષ્ટ્રએ સજાગ અને જાગૃત રહેવાની જરૂર છે.

તેની ભયાનકતા અને ભયંકરતાને જોતા નથી. તુષ્ટિકરણ કરનારા લોકો માનવતાના દુશ્‍મનો સાથે ઉભા રહેતા અચકાતા નથી. તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસમાં અવગણના કરે છે અને રાષ્ટ્રવિરોધી તત્‍વો સામે કડક કાર્યવાહી કરવાનું ટાળે છે. તુષ્ટિકરણનો આ વિચાર એટલો ખતરનાક છે કે તે આતંકવાદીઓને બચાવવા કોર્ટ સુધી પહોંચે છે. આવી વિચારસરણી કોઈ પણ સમાજ કે દેશનું ભલું કરી શકતી નથી.

દિવાળીના તહેવારને હજુ થોડા દિવસની વાર છે. પરંતુ ગુજરાતને તો અત્‍યારથી દિવાળીની ભેટ મળી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ દિવાળી પહેલાં જ ગુજરાતને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી દીધી છે. સાથે જ પ્રધાનમંત્રીએ વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના મિશનને પાર કરવાનો રોડ મેપ પણ રજૂ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલી આ ભેટથી ગુજરાત વધુ પાણીદાર બનશે.

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્‍યારે જયાં સરદાર પટેલની ૧૮૨ ફૂટ ઊંચી પ્રતિમા છે એવા કેવડિયામાં પીએમ મોદી એકતા દિવસની ઉજવણીમાં આવી પહોંચ્‍યા છે. તેમણે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના વિશાળ સ્‍ટેચ્‍યુના ચરણ સ્‍પર્શ કરીને પુષ્‍પાંજલિ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.