Western Times News

Gujarati News

કેમ્પસ એક્ટિવવેરે કિંગ અને સોનમ બાજવાને દર્શાવતા “મૂવ વિથ સ્વેગ” કેમ્પેઇન માટે બ્રાન્ડ ફિલ્મ્સ લોન્ચ કરી

કેમ્પેઇન કેમ્પસ ઓજીસ, નાઇટ્રોફ્લાય, નાઇટ્રોબૂસ્ટ અને એર કેપ્સ્યુલ સહિત બ્રાન્ડના ફેશનેબલ ફૂટવેર કલેક્શન દર્શાવે છે.-લોકોને દરેક પ્રસંગે તેમની ફેશન ગેમને વધારવા માટે સશક્ત કરે છે.

નવી દિલ્હી, ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક કેમ્પસ એક્ટિવવેર ‘મૂવ વિથ સ્વેગ’ કેમ્પેઇન માટે તેમની નવીનતમ બ્રાન્ડ ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. સિતારાઓને ચમકાવતી આ બ્રાન્ડ ફિલ્મ હિપ-હોપ સેન્સેશન કિંગ અને જાણીતી અભિનેત્રી સોનમ બાજવાને દર્શાવે છે, જે કેમ્પસ ઓજીસ, નાઇટ્રોફ્લાય, નાઇટ્રોબૂસ્ટ અને એર કેપ્સ્યૂલ સહિત કેમ્પસના અનન્ય ફૂટવેર કલેક્શનનું પ્રદર્શન કરે છે. કેમ્પસની સિગ્નેચર ટેગલાઇન, #MoveWithSwag, વિવિધ જરૂરિયાતોને પૂરી કરતા વર્સેટાઇલ ફૂટવેર ઓફર કરવા માટે કેમ્પસની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે અને આ રીતે દરેક વ્યક્તિને દરેક પ્રસંગે તેમની ફેશન ગેમને ઉન્નત કરવા માટે સશક્ત કરે છે.

કેમ્પસ એક્ટિવવેર તેના સ્ટાઇલિશ અને ટેક્નોલોજીકલી અદ્યતન ફૂટવેર કલેક્શનની રેન્જ સાથે સૌથી વધુ આરામદાયક અનુભવની ખાતરી કરીને, ફેશનથી આગળ વધે છે. કેમ્પસ ઓજીસ કલેક્શન એ યુવાની સ્વ-અભિવ્યક્તિ માટે રચાયેલી અલ્ટીમેટ ફેશન એસેસરી છે, જેનાથી લોકો તેમના અનન્ય વ્યક્તિત્વને પ્રદર્શિત કરી શકે છે અને અવિશ્વસનીય આત્મવિશ્વાસ દર્શાવી શકે છે.

નાઈટ્રોફ્લાય ટેક્નોલોજી દ્વારા સંચાલિત અને “ફ્લાઈંગ ઈઝ ધ ન્યૂ રનિંગ” તરીકે ટૅગ કરવામાં આવેલી નાઈટ્રોફ્લાય રેન્જ વપરાશકર્તાઓને તેમની મર્યાદાઓને આગળ ધપાવવા અને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કરવા માટે સક્ષમ બનાવે છે, જેમાં ઓછા વજન અને રિસ્પોન્સિવ કુશનિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ્પસ નાઈટ્રોબૂસ્ટ, એક ક્રાંતિકારી મિડસોલ કે જે બાઉન્સિયર છે અને હાઇ એનર્જી પૂરી પાડે છે જેમાં હવે એર ટર્બો ટેક્નોલોજી પણ છે, જે સૉલમાં રાખેલી ઇનોવેટિવ એર સર્ક્યુલેશન સિસ્ટમ દ્વારા તમારા પગને સમગ્ર દિવસ દરમિયાન તાજા અને આરામદાયક રાખે છે. આ ઉપરાંત રજૂ કરાયેલી એર કેપ્સ્યૂલ પ્રો ટેક રેન્જ સ્નાયુઓ, સાંધાઓ અને રજ્જૂ માટે સલામતી સુનિશ્ચિત કરવા, ઇમ્પેક્ટ ફોર્સીસ સામે રક્ષણ માટે હીલ એરિયામાં કુશનિંગ ઓફર કરે છે.

કેમ્પસ એક્ટિવવેરના ચીફ માર્કેટિંગ ઓફિસર સુશ્રી પ્રેરણા અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ બ્રાન્ડ ફિલ્મ માટે સોનમ બાજવા અને કિંગની ડાયનેમિક જોડીને સાથે લાવવી એ અમારા માટે એક આદર્શ પસંદગી હતી. તેઓ વ્યક્તિત્વ, સ્વ-અભિવ્યક્તિ અને ફેશન-ફોરવર્ડ એટિટ્યૂડના સારને સાર્થક કરે છે જે અમારા મૂવ વિથ સ્વેગ કેમ્પેઇનની ભાવના સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે. અમારું કેમ્પેઇન આકર્ષક કિંમતે અમારા ફૂટવેરમાં ટેકનોલોજી અને ફેશનને એકસાથે લાવવાની અમારી પ્રતિબદ્ધતાને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. વ્યક્તિત્વ અને સ્વ-અભિવ્યક્તિના વધતા મહત્વ સાથે, અમે ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો તેમની ફૂટવેર પસંદગીમાં સશક્તિકરણ અને આત્મવિશ્વાસ અનુભવે.”

કેમ્પસ એક્ટિવવેર અત્યાધુનિક ટેક્નોલોજી અને ટ્રેન્ડી ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ક્રાંતિમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે. ગ્રાહકો વધુને વધુ અનન્ય ડિઝાઇનની શોધ કરી રહ્યા છે જે મોર્ડન ટ્રેન્ડ્સ સાથે પરંપરાગત ભારતીય તત્વોનું મિશ્રણ કરે છે અને કેમ્પસ આ મૂવમેન્ટમાં મોખરે છે.

શ્રી અમિત અકાલી, કો-ફાઉન્ડર અને ચીફ ક્રિએટીવ ઓફિસર, કન્ટેન્ટ પ્લેટફોર્મ, વંડરલેબ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “બ્રાન્ડ તરીકે કેમ્પસ શૂઝ એક્ટિવવેરમાં ફેશન અને લાઇફસ્ટાઇલ છે. ‘મૂવ વિથ સ્વેગ મૂવ વિથ સ્વેગ’ કેમ્પેઇન સાથે, અમારો ઉદ્દેશ્ય ફેશન-ફર્સ્ટ ફૂટવેર બ્રાન્ડ તરીકે બ્રાન્ડને એક કદમ આગળ મૂકવાનો છે, જેમાં બે લોકપ્રિય યુવા આઇકન – કિંગ અને સોનમ બાજવા સ્વેગ એમ્બેસેડર તરીકે છે.”

“આ કેમ્પેઇનનો લુક અને અનુભૂતિ ચાર સ્ટાઇલિશ વર્લ્ડની દરેક કલાત્મક વિગત સાથે બનાવવામાં આવી છે, જેમાં કેમ્પસ શૂઝ સાથેના બે મુખ્ય પાત્રોની છટાદાર સ્ટાઇલ સાથે જોડી બનાવવામાં આવી છે. અમારો એકંદર પ્રયાસ આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે, મૂવમેન્ટને પ્રોત્સાહન આપે છે અને યુવાનોમાં સ્વ-અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે, જે કેમ્પસની વિકસિત બ્રાન્ડ ઓળખને અનુરૂપ છે” એમ શ્રી અકાલી ઉમેર્યું હતું.

મૂવ વિથ સ્વેગ કેમ્પેઇન માટે કેમ્પસ એક્ટિવવેરની બ્રાન્ડ ફિલ્મ સમગ્ર દેશમાં પ્રેક્ષકોને આકર્ષવા માટે તૈયાર છે, જેમાં તમારી સ્ટાઇલને સશક્ત બનાવવા, પ્રેરિત કરવા અને ઉન્નત બનાવવા માટે રચાયેલ ફૂટવેરની અસાધારણ રેન્જ દર્શાવવામાં આવી છે. #MoveWithSwagની સફરમાં અમારી સાથે જોડાઓ કારણ કે કેમ્પસ ટેક્નોલોજી અને ફેશનના મિશ્રણ સાથે ભારતીય સ્નીકર માર્કેટમાં ક્રાંતિ લાવે છે અને તે પણ પોસાય તેવા ભાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.