Western Times News

Gujarati News

આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી છે : સીતારામન

નવીદિલ્હી: અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા તથા સરકાર ઉપર પ્રહાર કરી રહેલા વિપક્ષના પ્રહારો વચ્ચે આજે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને લઇને વ્યાપક ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. સીતારામને કહ્યું હતું કે,


આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી છે. બીજી બાજુ સુબ્રમણ્યમે દેશની અર્થવ્યવસ્થાને પાંચ લાખ કરોડ ડોલર સુધી લઇ જવા માટે રોડમેપ પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર દ્વારા બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને નાણામંત્રી નિર્મલા સીતારામને પત્રકાર પરિષદમાં બોલતા કહ્યું હતું કે, ટૂંકમાં જ વધુ સારા પગલા લેવામાં આવી શકે છે.

સુબ્રમણ્યમે અર્થવ્યવસ્થાને તેજ ગતિથી આગળ વધારવા માટે હજુ સુધી કરવામાં આવેલા ઉપાયો ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાણામંત્રી અર્થવ્યવસ્થાને ગતિ આપવા વધુ ઉપાયની જાહેરાત કરી શકે છે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશમાં જીડીપી વિકાસદર ઘટીને ૪.૫ ટકા થયો છે જે સાડા છ વર્ષની ઉંચી સપાટી ઉપર છે. કૃષ્ણમૂર્તિએ રજૂઆત કરી હતી કે,

કેન્દ્ર સરકારે વપરાશને વધારવા માટે હજુ સુધી કેટલાક પગલા લીધા છે જેનાથી અર્થવ્યવસ્થામાં તેજી આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વપરાશને વધારવા માટે સરકારે રિટેલ લોનને પ્રોત્સાહન આપવાથી લઇને નોન બેંકિંગ ફાઈનાÂન્સયલ કંપનીઓ તથા એચએફસીને સપોર્ટ આપવા માટે પગલા લીધા છે. એનબીએફસી તથા એચએફસી માટે પાર્સલ ક્રેડિટ ગેરન્ટી સ્કીમ લાવવામાં આવી છે. સરકારે પીએસયુના ૬૧૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.