Western Times News

Gujarati News

ઓસ્ટિયોપોરોસિસઃ દર 3 માંથી એક સ્ત્રીને થતો હાડકાનો રોગ! શું કરશો ઉપાય

દર ત્રણમાંથી એક સ્ત્રી અને ૫૦ વર્ષ તેમજ તેથી વધુ ઉંમરના દર પાંચમાંથી એક પુરુષ ઓસ્ટિયોપોરોટિક  અસ્થિભંગથી પીડાય છે

ખોરાકમાં બાજરા,  રાગી, ચણા, રાજમા, સોયાબીન, લીલી ભાજી, તલ, જીરું, અજમો, હળદર જેવા મસાલા અને ખજૂર, સૂકી દ્રાક્ષ, ફળફળાદિ, દૂધનો વધુ ઉપયોગ કરવો જાઈએ. 

દર વર્ષ ૨૦ ઓક્ટોબરનો દિવસ વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે તરીકે ઊજવાય છે. ઓસ્ટિયોપોરોસિસ રોગ પ્રત્યે જાગૃતિ આવે એ મુખ્ય ઉદ્દેશ્ય છે. આ દિવસની શરૂઆત યુનાઈટેડ કિંગડમની નેશનલ ઓસ્ટિયોપોરોસિસ સોસાયટીએ યુરોપીય આયોગ સાથે મળીને એક અભિયાન સાથે કરી હતી. એ પછી ૧૯૯૭માં આંતરરાષ્ટ્રીય ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશન અને ૧૯૯૮, ૧૯૯૮માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ સાથે મળીને ઊજવ્યો. Osteoporosis: A bone disease affecting one in every 3 women! What will you do?

ઓસ્ટિયોપોરોસિસ દિવસ સાથે મળીને ઊજવ્યો. ઓસ્ટિયોપોરોસિસ  એ મૂળ તો હાડકાં નબળા પડવાની બીમારી છે. પ્રથમ તો એને બે શબ્દોમાં વિભાજિત કરી દઈએ- ઓસ્ટ્યો એટલે કે હાડકાંને લગતું અને પોરોસિસ એટલે પોલા થઈ જવું. એમાં હાડકાંની અંદર પ્રોટીન તેમજ કેલ્શિયમ ઘટવા માંડે છે. નબળાં પડેલા હાડકાંમાં દુઃખાવાથી માંડીને ફ્રેક્ચર સુધીની ઘણી સમસ્યા ઊભી થાય છે, જે બીજી શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક તકલીફોને પણ આમંત્રણ આપે છે.

તેથી સમયસર સારવાર કરવી જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસ છે એની ખબર મોટાભાગના દર્દીને ફ્રેક્ચર થયા પછી જ પડે છે. કેટલાક જ લોકોને અન્ય કારણોસર એક્સરે કરાવવાથી ફ્રેક્ચર થયા પહેલાં જાણ થાય છે. હાડકાં નબળાં પડ્યાં છે એની ચોક્કસ જાણ થાય એવાં કોઈ બાહ્ય લક્ષણો નથી, પરિણામે તપાસ કરાવવાથી જ ખબર પડે છે. શરૂઆત પચાસ વર્ષથી મોટી વયની તેરથી અઢાર ટકા સ્ત્રીઓ તેમજ ત્રણથી છ ટકા પુરુષોને હાડકાં  નબળાં પડવાની તકલીફ થાય છે.

જે લોકોને આ સમસ્યા થઈ હોય એમાંથી ફક્ત દસથી વીસ ટકા દર્દીઓનું નિદાન અને સારવાર સમયસર થાય છે. બાકીના દર્દીઓ જા કોઈ કોમ્પ્લિકેશનનો ભોગ બને ત્યારે એમને આ તકલીફની ખબર પડે છે. આશરે ૩૦-૩૫ વર્ષની ઉંમરે હાડકાં બનવાની અને નાશ થવાની બંન્ને પ્રક્રિયા ઘણી ધીમી પડે છે. બાળકોને જન્મ આપવા દરમિયાન પણ મહિલાઓમાં કેલ્શિયમની કમી વર્તાય છે, જેને ભરપાઈ કરવાનું ઘણીવાર મુશ્કેલ હોય છે. સ્ત્રીઓમાં માસિક સ્ત્રવ બંધ થવાની ઉંમરે હાડકાંની નાશ થવાની પ્રક્રિયા ઝડપી બને છે.

કેટલીક સ્ત્રીઓમાં હાડકાંનો ૪૦થી ૫૦ ટકા જેટલો મોટો જથ્થો ઘટવા માંડે છે. સ્ત્રીઓમાં કરોડના મણકા, કાંડા પાસેના લાંબા હાડકાં અને થાપાનાં હાડકાંમાં સૌથી વધારે ઘટાડો જાવા મળે છે. પુરુષોમાં કાંડાના હાડકાંને ખાસ અસર પહોંચતી નથી, પણ કરોડના મણકા અને થાપાનાં હાડકાંના જથ્થામાં ઘટાડો જાવા મળે છે. પીઠમાં દુઃખાવો, કદ નાનું થવું, શરીર આગળ તરફ ઝૂકી જવું એ આ રોગના મહ¥વનાં લક્ષણો છે. આ ઉપરાંત આહારમાં કેલ્શિયમ ઓછું  હોય તો પણ આ રોગ થઈ શકે છે.

સ્ટીરોઈડ જેવી દવાઓનું લાંબા સમય સુધી સેવન કરવું પડે તેમને પણ આ રોગ લાગુ પડવાની શક્યતા વધુ હોય છે. એ સાથે બેઠાડું કે નિષ્ક્રીય જીવનશૈલી અને ધૂમ્રપાન કે વધુ પડતા દારૂના સેવનને કારણે પણ ઓસ્ટિયોપોરોસિસ થાય છે. એના ઉપાય એ છે કે નિયમિત ચાલવું જાઈએ.

અન્ય કસરત કરતા રહેવું જાઈએ. આ ઉપરાંત આ રોગથી બચવા માટે કેલ્શિયમ અને વિટામિન-ડી યુક્ત ખાદ્યપદાર્થાે, જેમ કે દૂધ, દહીં, લીલાં શાકભાજી સહિતના સંતુલિત આહારનું સેવન કરવું. સવારના કુમળા તડકામાં રહેવાથી આ રોગમાં ઘણો લાભ થાય છે.

આ ઉપરાંત ખોરાકમાં બાજરા,  રાગી, ચણા, રાજમા, સોયાબીન, લીલી ભાજી, તલ, જીરું, અજમો, હળદર જેવા મસાલા અને ખજૂર, સૂકી દ્રાક્ષ, ફળફળાદિ, દૂધનો વધુ ઉપયોગ કરવો જાઈએ.  યોગ અને ધ્યાન જેવી તણાવમુક્ત પ્રવૃત્તિ કરવી જાઈએ. શરીરનું વજન, કેલ્શિયમ તેમજ વિટામિન-ડીનું સ્તર જળવાઈ રહે તે જાણકારી રાખવી જાઈએ.

આ માટે હવે બોન ડેÂન્સટી  ટેસ્ટ કરવામાં આવે છે. દર ત્રણમાંથી એક સ્ત્રી અને ૫૦ વર્ષ તેમજ તેથી વધુ ઉંમરના દર પાંચમાંથી એક પુરુષ ઓસ્ટિયોપોરોટિક  અÂસ્થભંગથી પીડાય છે, તેથી આ એક ખૂબ જ મોટી સમસમ્યા છે.

વિશ્વ ઓસ્ટિયોપોરોસીસ દિવસનો ઇતિહાસઃ યુનાઈટેડ, કિંગડમની નેશનલ ઓસ્ટિયોપોરોસીસ સોસાયટી દ્વારા ૨૦ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ વિશ્વ  ઓસ્ટિયોપોરોસીસ દિવસની શરૂઆત કરવામાં આવી હતી અને યુરોપિયન કમિશન દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૯૭થી આ જાગૃતિ દિવસનું આયોજન ઇન્ટરનેશનલ ઓસ્ટિયોપોરોસીસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

જા કે ઈ.સ.૧૯૯૪ પહેલા,  ઓસ્ટિયોપોરોસિસને મોટો રોગ પણ માનવામાં આવતો ન હતો પરંતુ ૧૯૯૮માં, બે અગ્રણી સંસ્થાઓએ ઓસ્ટિયોપોરોસીસ વિશે લોકોને શિક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ બની, તેઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ઓસ્ટિયોપોરોસીસ ફાઉન્ડેશનની રચના કરી હતી. ઓસ્ટિયોપોરોસીસ એ એક પ્રણાલિગત ઓર્થાેપેડીક ડિસઓર્ડર છે, જેનાં લક્ષણો નીચા હાડકાંના જથ્થા થવાં તથા હાડકાંની પેશીના સૂક્ષ્મ આર્કિટેક્ચરલ બગાડને કારણે હાડકાંને નાજુકતા તરફ દોરી જાય છે અને પરિણામે અÂસ્થભંગના જાખમમાં વધારો થાય છે. વૃદ્ધ લોકોમાં હાડકાં તૂટવા સૌથી સામાન્ય કારણ છે. હાડકાં જે સામાન્ય રીતે તૂટે છે તેમાં કરોડરજ્જુ, હાથનાં હાડકાં અને હિપનો સમાવેશ થાય છે.

આ રોગમાં હાડકાં એટલી હદે નબળા પડી શકે છે કે નજીવા તાણ સાથે તે તૂટી જાય છે. તૂટેલા હાડકાં સાજા થયા પછી પણ વ્યÂક્તને પીડા થઈ શકે છે અને તેનાં જીવનની રોજિંદી પ્રવૃત્તિઓ હાથ ધરવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. ઓસ્ટિયોપોરોસિસ સામાન્ય કરતાં નીચા મહત્તમ હાડકાંના જથ્થાને કારણે  અને  સામાન્ય કરતાં વધારે હાડકાને નુકસાન પહોંચાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.