Western Times News

Gujarati News

100 વર્ષનું નિરોગી જીવન જીવવું હશે તો મિલેટ તરફ વળવું પડશે

સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ દ્વારા આયોજિત મિલેટ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ

(પ્રતિનિધિ) આણંદ, યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટવર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે,જેના અનુસંધાને સરદારપટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ દ્વારા તા. ૧૨થી૧૪ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી યુનિવર્સિટી સ્ટાફ કોલોની મેદાન, વલ્લભવિદ્યાનગર ખાતે મિલેટફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુંછે,

જેનો પ્રારંભ સરદારપટેલ યુનિવર્સિટીનાકા. કુલપતિ પ્રો.નિરંજન પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇરમાના અધ્યક્ષ ડા.મીનેશ શાહ, ગુજરાત નેચરલ ર્ફામિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના કુલપતિ ડા.સી.કે.ટીંબાડિયા, સરદારપટેલ યુનિવર્સિટીનાકુલસચિવ ડા. ભાઈલાલભાઈ પેટેલ, હોમ સાયન્સ વિભાગના વડા ડા. વી. એચ. પટેલ, યુનિવર્સિટી પરિવાર તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ડા. વી. એચ. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં મિલેટનું મહત્ત્વ સમજાવ્યું અને તેના દ્વારા આપણે નિરોગી જીવન જીવી શકાયએ અંગે વાત કરી હતી. મુખ્ય મહેમાન ડા.મીનેશ શાહે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે દિવસે દિવસે મિલેટનું મહત્ત્વ વધતું જઈ રહ્યું છે તેનો વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગે આપણે વિચારવું જોઈએ..

ડા. સી. કે. ટીંબાડિયાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે મિલેટ એ જૂનું અને જાણીતું છે. ફરીથી ૧૦૦ વર્ષનું જીવન જીવવું હશે તો મિલેટ તરફ વળવું પડશે. પ્રો.નીરંજન પટેલે પોતાની વાત રજુ કરતાં જણાવ્યું હતું કે મિલેટ(જાડા ધાન્ય) આપણાં રોજિંદા વપરાશમાં આવે અને આપણું આરોગ્ય સુખાકારી બને અને નવી પેઢીને એની જાણકારી મળેતે હેતુથી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજ વર્ષમાં બીજી વખત આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન કાર્યક્રમની આભારવિધિ ડા.ભાઈલાલભાઈ પટેલે કરતાં જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય સ્વસ્થ ભારતમાં સહભાગી થઈએ અને યુવાનોને મિલેટની જાણકારી મળે એ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિરથ પરમારે કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કા. કુલપતિ નિરંજન પટેલની અધ્યક્ષતામાં અને હોમ સાયન્સ વિભાગના વડા ડા. વિનાયક પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના શૈક્ષણિક-બિનશૈક્ષણિક તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તદુપરાંત યુસીક,એસ્ટેટ તેમજ અન્ય વિભાગોનો પણ સહયોગ રહ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.