Western Times News

Gujarati News

મુખ્યમંત્રીનું પદ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં ભજનલાલ શર્મા

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ કહ્યું કે પેપર લીક કાંડમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. તેની સાથે જ અપરાધના સામે કાર્યવાહી માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવે.

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજન લાલ શર્મા શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેમણે પેપર લીક મામલામાં ખાસ તપાસ સમિતિની રચનાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં પેપર લીકની ઘટના ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભજન લાલ શર્માનું કહેવું છે કે આ મામલામાં અપરાધિઓને કડકમાં કડક રજા આપવામાં આવે. તેની સાથે જ સંગઠિત ગુનામાં કાર્યવાહી માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે અમે પ્રધાનમંત્રી મોદીની ગેરેન્ટી અને અમારા ઘોષણાપત્રનું સંપૂર્ણ રીતે પાલન કરતા કામ કરીશુ. અમે તે સમસ્યાઓ પર કામ કરીશુ. જેનાથી દેશની જનતા ત્રસ્ત છે. અમે અંત્યોદય યોજના હેઠળ કામ કરીશું.

રાજસ્થાનમાં પેપર લીકને લઈને રાજકારણ ગરમાયેલું છે. એક અનુમાન અનુસાર રાજ્યમાં છેલેલા ચાર વર્ષમાં પેપર લીકના ૧૦થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. ગયા મહિને જ રાજસ્થાન લોક સેવા આયોગે પેપર લીકના કારણે ગ્રુપ-એ અને ગ્રુપ-બીની સીનિયર ટીચર ભરતી પરીક્ષાને રદ્દ કરે છે. તેનું સામાન્ય જ્ઞાનનું પેપર ડિસેમ્બર ૨૦૨૨માં થઈ ચુક્યું છે પરંતુ પેપર લીકના કારણે આયોગે તેને રદ્દ કર્યું છે. હવે આ પેપર ૩૦ જુલાઈએ થશે.

રાજસ્થાનમાં પેપર લીકના મામલા એટલા વધી ગયા છે કે કોંગ્રેસને પડકાર મળવા લાગ્યો. પૂર્વ ડેપ્ટી સીએમ સચિન પાયલટ ઘણી વખત મોટી માછલીઓના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી ચુક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.