Western Times News

Gujarati News

સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હી, સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો છે. શનિવારે નવો આદેશ જાહેર કરતા ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી-હેવી ગોળનો ઉપયોગ ચાલુ જ રહેશે.

આના કારણે ૨૦૨૩-૨૪માં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. તેમજ સ્ટોક પણ ઓછો નહીં પડે. અગાઉ, સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્થાનિક બજારમાં ખાંડની વધતી કિંમતો અને અવિરત પુરવઠાને ધ્યાનમાં રાખીને ૭ ડિસેમ્બરે, ઇથેનોલ ઉત્પાદન માટે સરકારે શેરડીના રસ અને ખાંડની ચાસણીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો.

હવે નવા નિયમ મુજબ કંપનીએ તેમના ર્નિણય અંગે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરેક દારૂના કારખાના માટે ઉત્પાદન લક્ષ્યાંકો પણ ફરીથી જાહેર કરશે. તેમજ કંપનીઓએ તેમના ર્નિણય વિશે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે.

આ ઉપરાંત સુગર મિલો અને દારૂના કારખાનાએ પણ ઉત્પાદનની માહિતી આપવી પડશે. તેમજ શેરડીનો રસ અને ભારે ગોળનો ઉપયોગ સ્પિરિટ અને દારૂના ઉત્પાદનમાં થઈ શકશે નહીં. આ ઉપરાંત તમામ ગોળ આધારિત દારૂના કારખાના ઇથેનોલ બનાવવા માટે ઝ્ર-હેવી ગોળનો ઉપયોગ કરશે.

શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવવા બાબતે શુક્રવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ ર્નિણય લીધો છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૧૭ લાખ ટન ખાંડનો ઉપયોગ ઇથેનોલ પ્રયોગ માટે કરવામાં આવશે. લાગેલા પ્રતિબંધ પહેલા ઇથેનોલ ઉત્પાદનમાં ૬ લાખ ટન ખાંડનો ઉપયોગ થતો હતો.

સરકારનો અંદાજ છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટીને લગભગ ૩૩ મિલિયન ટન થશે. ગત સિઝનમાં ખાંડનું ઉત્પાદન ૩.૭૩ કરોડ ટન હતું.

આઈએસએમએ (ખાંડ કંપનીઓના સંગઠન)એ કહ્યું હતું કે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર પ્રતિબંધથી ખાંડ મિલોની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડશે. તેમજ આ ર્નિણયને કારણે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ જાેખમમાં છે.

ઉપરાંત એ આશંકા પણ છે કે અચાનક પ્રતિબંધ લાદવાથી શેરડીના ખેડૂતોને ચૂકવણી કરવામાં વિલંબ થઇ શકે છે. આ પ્રતિબંધ લાદવાથી ખાંડ અને ઇથેનોલ સંબંધિત શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.