Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટ બારમાં કર્મશીલ અને પ્રગતિશીલ ઉમેદવારો મૂલ્યો અને આદર્શો માટેનું ધર્મયુદ્ધ બની રહેશે?!

આક્ષેપો અને પ્રતિ આક્ષેપોના માહોલ વચ્ચે ગુજરાત હાઇકોર્ટ બારમાં કર્મશીલ અને પ્રગતિશીલ ઉમેદવારો વચ્ચે ખેલાતા ઐતિહાસિક ચૂંટણી જંગમાં  સિદ્ધાંતો, મૂલ્યો અને આદર્શો માટેનું ધર્મયુદ્ધ બની રહેશે?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે ડાબી બાજુની ઇન્સેન્ટ તસવીર ઉપપ્રમુખ ના ઉમેદવાર શ્રી વિરાટભાઈ પોપટની છે બીજી તસવીર ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી રાજ બ્રિજેશભાઈ કિશોરસિંહ ની છે બંને વચ્ચે ભારે રસાકસી રહેવાની સંભાવના વચ્ચે ઉપપ્રમુખ પદ ઉપર ત્રીજા ઉમેદવાર શ્રી દિપકભાઈ જોશી પણ છે! આ ત્રિપાખીયા ચૂંટણી જંગમાં કોણ સફળ થશે એ સવાલ બારમાં ટોક ઓફ ધી બાર બન્યો છે ત્રણે ઉમેદવારો આગવી પ્રતિભા ધરાવે છે

અને આગવા ઉદ્દેશ્યો માટે ચૂંટણી લડી રહ્યા છે. હાઇકોર્ટ બાર ના કેટલાક પ્રાણ પ્રશ્નો છે તેના ઉકેલ માટે ચૂંટણી લડી રહ્યા છે ગુજરાત હાઇકોર્ટ બાર ના ઇતિહાસમાં પહેલીવાર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે ચૂટણી જંગ લડાઈ રહ્યો છે. આ વખતે પહેલીવાર હાઇકોર્ટ બારના હોદ્દેદારોએ આક્ષેપોના જવાબ આપવા જનરલ મીટીંગ બોલાવી છે ત્યારે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના માહોલ વચ્ચે ખેલાતા આ ચૂંટણી જંગ હાઇકોર્ટ બારની પ્રતિભા પર અસર પડશે કે નહીં પડે એતો ચૂંટણી પરિણામ જ નક્કી કરશે પરંતુ હાઇકોર્ટ બારનો માહોલ ચૂંટણી સમયે જ ડહોળવા પ્રયાસ નકારાત્મક હોવાનો પણ કેટલાક વકીલ મતદારો કહે છે! સત્ય શું છે? એ પરિણામ નક્કી કરશે! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

સેક્રેટરી પદ પર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પુનિતભાઈ જૂનેજા, સનતભાઈ પંડ્‌યા, મિનાજ ઉદ્દીન શેખ વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ બારની દશા અને દિશા નક્કી કરશે?!

અમેરિકાના પ્રમુખ ઝોન ક્વીન્સ એરમશી સરસ કર્યું છે કે ‘સિદ્ધાંત ને મત આપતા રહો ભલે તમે એ વાતનો આત્મા સંતોષી રહેશે કે તમારો મત એળે નથી ગયો’ જ્યારે અમેરિકાના પ્રમુખ જીમીકારટરે કહ્યું છે કે ‘માનવા અધિકારી ખરા અમેરિકાની શોધ કરી છે”! ગુજરાત હાઇકોર્ટ બાર નો ચૂંટણી જંગ એ ફક્ત સત્તા માટેનો નહીં પણ

ઉભેલા તમામ ઉમેદવારોમાંથી સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર પસંદ કરવાનો તેમજ અનુભવી કાબેલ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા ઉમેદવારોને ચુટવાનો ઉમદા અવસર છે! હાઇકોર્ટ બારે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિસ્પક્ષતા તથા સક્ષમતા માટે અનેક ઐતિહાસિક લડતો આપી છે! ત્યારે બારમાં કાબેલ અને કર્મશીલ અને વકીલોના પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા ધરાવતા ઉમેદવારો જીતે એ સમગ્ર વકીલ આલમના હિતમાં છે એ જાગૃત વકીલ મતદારો જાણે છે

ગુજરાત હાઇકોર્ટ બારના વર્તમાન પ્રમુખ શ્રી પૃથ્વીસિંહ જાડેજા નીવડલા વકીલ કર્મશીલ કાર્યકર છે કારોબાર થી પ્રમુખ પદ સુધી કાર્ય કરવાનો અનુભવ છે! ત્યારે તેમને કેટલાક કિંગમેકરો નો ટેકો છે ત્યારે ત્રિપાંખિયા જંગમાં શું પરિણામ આવશે!

અમેરિકાના પ્રમુખ એડલાઇન સ્ટીવન્સએ કહ્યું છે કે ‘લોકશાહીને બચાવવા કોઈ સુપરમેન નહીં આવે એ બચશે નાના નાના સમર્પણથી ગુજરાત હાઇકોર્ટ બારમાં સૈદ્ધાંતિક મૂલ્યો અને વૈચારિક કર્મશીલતા વચ્ચે રસપ્રદ ચુટણી જામી છે ગુજરાત હાઇકોર્ટના કારોબારી પદ ઉપરથી એક પછી એક પદ ઉપર ચૂંટણી જીતતા, જીતતા પ્રમુખ પદ પહોંચેલા પ્રમુખ પદના ઉમેદવાર શ્રી પૃથ્વીસિંહજી જાડેજામાં અદભુત વહીવટી કોઠાસૂઝ છે

અને સમય અને સંજોગો મુજબ વિહાત્મક રીતે કામ કરવાની પ્રતિભા પણ ધરાવે છે. કેટલાક પડદા પાછળના જાણીતા ને કિંગમેકરોનો ટેકો પણ છે ન્યાયતંત્રની ગરીમાં જાળવી બાર અને બેન્ચ વચ્ચે સેતુ બનીને કામ કરતા આવેલા કર્મશીલ કાર્યકર પણ છે! ત્યારે વકીલોના અનેક પડતર પ્રશ્નો ઉકેલવાના બાકી છે ત્યારે આ વખતે કશ્મકશ ભર્યા ત્રિપાંખિયા જંગમાં શું પરિણામ આવશે એના પર સૌને મીટ છે

વિશ્વના વિખ્યાત મહિલા ઉદ્યોગપતિ લિન્ડા મર્શેલી એ કહ્યુંછે કે “પુરુષોના પ્રભુત્વ વાળા જગતમાં તમારે નેતાગીરી કરવી હોય તો સાદો વેનીલા આઈસ્ક્રીમ બની રહેવાથી નહીં ચાલે”!! એક સમય હતો કે પુરુષ પ્રધાન રાજકારણમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી બધાને હંફાવીને વડાપ્રધાન બનેલા! પરંતુ આજે ફરી પાછા પુરુષ પ્રધાન રાજકારણમાં મહિલાઓનું નેતૃત્વ પુરુષ પ્રધાન બન્યું છે! તેવા સમય અને જંગોમાં હાઇકોર્ટ બારના પ્રમુખ પદ ઉપર સોનલબેન વ્યાસે ચૂંટણી જંગની શતરંજ બિછાવી છે તેઓ એક માયાળુ સ્વભાવના, નિડર વ્યક્તિત્વ ધરાવતા ઉમેદવાર છે! તેઓ હાઇકોર્ટમાં સક્રિય છે તેઓ જુનિયર્સ વકીલો અને મહિલા ધારાશાસ્ત્રીઓ ના વાચસ્પતિ બનવા પ્રમુખ પદ માં ઉમેદવારી કરી છે અને જાગૃત મહિલા ધારાશાસ્ત્રીઓ કઈ તરફ મતદાન કરે છે એ પણ ત્રિપાખીયા જંગમાં નોંધપાત્ર બાબત બની રહેશે એવું મનાય છે!

ગુજરાત હાઇકોર્ટ બાર માં પ્રમુખ પદ ઉપર પુથ્વીસિંહજી જાડેજા બારના વર્તમાન પ્રમુખ છે અને ઉમેદવાર છે! બીજા ઉમેદવાર સોનલબેન વ્યાસ છે તેઓ વકીલોના પ્રશ્નો અવાજ ઉઠાવવા ચુટણી લડી રહ્યા છે જ્યારે શ્રી બીજેશભાઈ ત્રિવેદી પારદર્શક વહીવટના નેતૃત્વ માટે ચૂંટણી લડી રહ્યા છે વકીલોના પ્રશ્ને અવાજ ઉઠાવવા ત્રિપાંખીયા જંગમાં સ્પર્ધા કરી રહ્યા છે!

અમેરિકન ઉદ્યોગપતિ ફ્રેડ ડેલુકાએ કહ્યું છે કે ‘પ્રત્યેક વ્યક્તિના અંતરમાં કાર્ય પ્રત્યેની એક પ્રકારની નૈતિકતા

હોય છે જો તમે તેને જ સ્પર્શી શકો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે’!! ગુજરાત હાઇકોર્ટ બાર ના શ્રી ચૂંટણી જંગમાં શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી પ્રમુખ પદ માટે પોતાના આગવા સિદ્ધાંતોની રણનીતિ નક્કી કરી રહ્યા છે શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી એ હાઇકોર્ટ બાર માં પારદર્શક વહીવટના સમર્થક છે બારના વહીવટી એકાઉન્ટ ના ઓડિટ ના આગ્રહી છે! અને ઇ ફાયલીગ થતા ક્લાર્કોને આર્થિક ફટકો પડશે!

તેમને માનવતાના દ્રષ્ટિકોણ થી વિચારીને આધુનિકરણ ના પ્રવાહમાં જોતરવા જોઈએ તેવા વિચારોને સાકાર કરવા બારની ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તે ત્રિપંખીય માં મતવિભાજન મહત્વનું અંગ છે જે નજર અંદાજ કરી શકાય નહીં ત્યારે વકીલ મતદારો કોના પર ભરોસો મૂકે છે એ જોવાનું રહેશે

સેક્રેટરી પદ પર જંગ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પુનિતભાઈ જુનેજા, સનતભાઈ પંડ્‌યા, મિનાજ ઉદ્દીન શેખ વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ આશ્ચર્યજનક ચૂંટણી પરિણામ તો નહીં સર્જેને?!

ઓસ્ટ્રેલિયન બ્રિટિશ વૈજ્ઞાનિક કાર્લ રેમંડ પોપટે કયું છે કે “જે માણસ બુદ્ધિગમ્ય સ્વીકારતો નથી એને માટે બધી બુદ્ધિ ગમ્ય દલિલો વ્યર્થ છે”! ગુજરાત હાઇકોર્ટ બાર ના જનરલ સેક્રેટરી પદ પર પુનિતભાઈ જુનેજા ચૂંટણી લડી રહ્યા છે તેઓ બારના વહીવટી તંત્રને નવી દિશા આપવા અને વહીવટ વધુ પારદર્શક બનાવી વકીલોનો આર્તનાદ રજુ કરવાના ઉદ્દેશો સાથે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કોણ જીતશે એ વકીલ મતદારો નક્કી કરશે જનરલ સેક્રેટરી પદ ઉપર ચતુષ્કોણ જંગ છે

ગુજરાત હાઇકોર્ટમાં બારમાં વર્તમાન જનરલ સેક્રેટરી શ્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ જનરલ સેક્રેટરી પદ પર ફરી ચુટણી લડી રહ્યા છે તેઓએ બારનું સેક્રેટરી પદ કુનેહથી કાર્યદક્ષતા થી અનેક પડકારો વચે સભાળ્યું છે અને વર્તમાન ચુટણીમાં તેમની સામે અનેક પડકારો છે છતાં તેમની કાબેલિયત અને પ્રતિભા ચુટણી રૂપી વેતર્ણી પાર કરવામાં મદદરૂપ થશે એવું મનાય છે.

ગુજરાત હાઇકોર્ટમાં બારમાં સનતભાઈ પંડ્‌યા જનરલ સેકેટરી પદ ઉપર પરંપરાગત મતબેંકના ટેકાની અપેક્ષા સાથે, તેમજ બારના વ્યાપકમાં હિતમાં પરિવર્તનની જરૂર હોય તેમજ બારના અનેક વણ ઉકેલાયા પ્રશ્નો મજબૂતીથી રજૂ કરવા તેઓ કેટલાક સૈદ્ધાંતિક આદશો ને પૂર્ણ કરવા આ ચૂંટણી લડી રહ્યા હોવાનું મનાય છે ત્યારે વ્યૂહાત્મક પ્રચારમાં શું પરિણામ આવશે એ સમય સાથે ખબર પડશે!

ગુજરાત હાઇકોર્ટ બાર માં જનરલ સેક્રેટરી પદ ઉપર મિનાજ ઉદ્દીન શેખ પોતાનું નસીબ અજમાવવા જનરલ સેક્રેટરી ઉપર ચૂંટણી લડી રહ્યા છે તેઓ સત્તા પરિવર્તન સાથે પ્રગતિશીલ વહીવટ બારને આપવાના ઉદ્દેશોથી ચૂંટણી લડે છે તેમની સાથે યુવાન ધારાશાસ્ત્રી ની ટીમનું નેટવર્ક પણ સારું છે! તેમનો મળતાવડો સ્વભાવ અને આગવી કોઠાસૂજ સાથે ચતુષ્કોણીય રસપદ ચુટણીજંગ માં મતવિભાજનમાં રસપ્રદ ચૂંટણી પરિણામ સર્જશે એવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.