Western Times News

Gujarati News

કિક-૨ ફિલ્મમાં અભિનેત્રી કોણ રહેશે તેને લઇ અટકળ

મુંબઇ, સલમાન ખાન હાલમાં રાધે ફિલ્મ લઇને વ્યસ્ત છે પરંતુ તેની કિક-૨ ફિલ્મ માટે તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ છે. ફિલ્મ માટે જેક્લીન, એમી જેક્સન અને દિશાના નામ પર વિચારણા ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બ્યુટિક્વીન એમી જેક્સન હવે નવી ફિલ્મ કિક-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જારદાર તેજી આવી રહી છે. તે બોલિવુડના સૌથી મોટા અને હાલના સૌથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૂ કરવામાં આવી ચુકી છે.

એમી જેક્સનના નામની પસંદગી કરવામાં આવી ચુકી છે. એમી જેક્સનને બીજી મોટી ફિલ્મ હાથ લાગી છે. હાલમાં તે રજનિકાંત અભિનિતિ ટુ ફિલ્મમાં નજરે પડી હતી. ભારતીય ફિલ્મ ઇતિહાસની આ સૌથી મોંઘી ફિલ્મ હતી. બોક્સ ઓફિસ પર પણ તે રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. તેને લઇને સલમાન ખાનની સાથે કિક-૨ ફિલ્મ મળી છે. બોલિવુડમાં અનેક મોટી અને સ્ટાર અભિનેત્રીઓ હોવા છતાં આ ફિલ્મમાં એમીની પસંદગી કરવામાં આવી છે. સાજિદ નડિયાદવાલાએ આ અંગેની જાહેરાત હાલમાં સોશિયલ મિડિયા પર કરી હતી. હવે એવા હેવાલને લઇને પ્રશ્નો થયા છે. ટુ ફિલ્મની અભિનેત્રી અગાઉ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે કામ કરી ચુકી છે. કિકમાં તે સલમાન ખાનના ભાઇ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.