Western Times News

Gujarati News

કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી, સાવચેતી જરૂરી : ડૉ. સૌમ્યા સ્વામીનાથન

નવી દિલ્હી, દેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-૧ ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી.

આ જાેખમી નથી. આ ચિંતાનો વિષય નથી. જાેકે, સ્વામીનાથનનું કહેવુ છે કે સાવધાની રાખવી જરૂરી છે. લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

સ્વામીનાથને જણાવ્યુ કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી. આપણે માત્ર સામાન્ય બચાવ ઉપાયની જરૂર છે. આપણે સતર્કતા રાખવાની જરૂર છે.

લોકોએ માસ્ક વિના ઓછા વેન્ટિલેશન વાળા સ્થળમાં રહેવાથી બચવુ જાેઈએ. જાે તમે આવા કોઈ વિસ્તારમાં છો તો માસ્ક જરૂર પહેરો. કોઈ સંક્રમિત વ્યક્તિની પાસે જવાથી બચો. ખુલ્લા સ્થળમાં રહેવાનો પ્રયત્ન કરો. જાે તાવ કે શ્વાસ ફૂલવા જેવી કોઈ પણ સમસ્યા થાય તો હોસ્પિટલ જરૂર જાવ. આપણે એ ધ્યાન રાખવુ પડશે કે અત્યારે શિયાળાની સીઝન છે.

આપણે સાવધાની રાખવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધી ૨૧ કેસ સામે આવ્યા છે, જેનાથી લોકોમાં ફરીથી ગભરામણ થઈ રહી છે. ડબલ્યુએચઓએ પણ જણાવ્યુ છે કે વર્તમાન પુરાવાના આધારે જેએન-૧ નું જાેખમ ઓછુ છે.

આ સીઝનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે, પરંતુ કોરોનાના બદલેલા સ્વરૂપના આવ્યા બાદ તેને હળવાશમાં લઈ શકાય નહીં. જાે કોઈ દર્દીને શરદી-ખાંસી લાંબા સમયથી છે તો તેને કોરોનાની તપાસ કરાવવી જાેઈએ.

આવા દર્દીઓમાં કોરોનાના કેસ મળી શકે છે. જાેકે, અત્યાર સુધી આવેલા કેસોમાં આ વધુ ગંભીર જાેવા મળ્યુ નથી, પરંતુ બચાવ માટે સતર્ક રહેવુ વધુ જરૂરી છે. કોવિડ નિયમોનું પાલન કરોઃ માસ્ક પહેરો,પોતાના હાથને વારંવાર સાફ કરો. સામાજિક અંતર જાળવો.

આ લોકોને વધુ જાેખમઃ વૃદ્ધ, બાળકો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને શ્વસન દર્દીઓ, કેન્સર, હૃદય અને અન્ય રોગોથી બીમાર લોકો. કોરોનાના શરૂઆતી લક્ષણઃ સતત તાવ રહેવો, સૂકી ખાંસી, થાક, શ્વાસ લેવામાં તકલીફ, નાક વહેવુ, ગળામાં ખારાશ, નાક બંધ થવું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.