Western Times News

Gujarati News

સોશિયીલ મીડિયાનો ઉપયોગ માત્ર ૩૦ મીનીટ ઘટાડો ચમત્કારીક ફાયદા થશેઃ રસપ્રદ સંશોધન

પ્રતિકાત્મક

માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને કામ કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબુત બને છે

(એજન્સી)મુંબઈ, તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ૩૦ મીનીટ સોશીયલ મીડીયાનો ઉપયોગ ઓછો કરે છે. તેની માનસીક તંદુરસ્તી, નોકરીથી સંતોષ તથા વ્યવસાયપ્રત્યે પ્રતીબદ્ધતા વધારે સારી હોય છે. વર્તમાન સમયમાં સોશીયલ મીડીયા અનેક લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.Social Media Addiction

તેમની માનસીક સ્વસ્થતા પર પણ નકારાત્મક અસર થાય છે. જયારે યુઝર્સ ઓનલાઈન ન હોય તો તેમને પોતાના નેટવર્કમાં થઈ રહેલી મહત્વની ઘટના છુટી જવાનો ડર રહે છે. જેને ફીયર ઓફ મીસીગ આઉટ ફોમા કહેવામાં આવે છે.  જર્મનીના બોખુમની રૂઅર માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને કામ કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબુત બને છે

યુનિવસીટીમાં માનસીક સ્વાસ્થ્ય અનુસંધાન અને ઉપચાર કેન્દ્રના એસોસીએટ પ્રોફેસર યુલીયા બ્રેલોવસ્કાયએ કહયું કે અમને એવી આશંકા છે. લોકો હકારાત્મક ભાવના સર્જન કરવા માટે સોશીયલ નેટવર્કનો ઉપયોગ કરે છે. જેનો અભાવ તેઓ પોતાના દૈનિક વ્યસ્ત જીવનમાં અહેસાસ કરે છે. ખાસ કરીને જયારે તેઓ વધારે પ્રમાણમાં કામનો બોજ હોવાની અહેસાસ કરે છે.

યુલીયાનું કહેવું છે કે  ઉપરાંત જો લોકો પોતાની વર્તમાન નોકરીથી ખુશ નથી તો લિકડાઈન જેવા કેટલાક પ્લેટફોર્મ પર નવી નોકરીની શોધ કરવા માટે તક પણ આપે છે. બિહેવીયર એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી જર્નલમાં પ્રકાશીત અહેવાલોમાં સંશોધન ટીમે એ  બાબત અંગે માહિતી મેળવી છે. તેમણે પોતાના સંશોધનમાં કેટલાક લોકોને સામેલ કર્યા હતા. જેઓ  કોઈને કોઈ ક્ષેત્ર સાથે સંપૂર્ણ સમય અથવા થોડા સમય માટે સંકળાયેલા હતા અને સોશીયલ મીડીયાનો કામકાજનો સમયે ઓછામાં ઓછો ૩પ મીનીટ ઉપયોગ કરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.