Western Times News

Gujarati News

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પોલીસની વાન પર ચઢી ગયા

મુંબઈ, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં શનિવારની સાંજે ઉમંગ પોલીસ શોનું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટમાં બોલિવૂડના અનેક સિતારાઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટની અનેક તસવીરો અને વિડીયો હાલમાં સામે આવી રહ્યા છે. આ દરમિયાન શાહરુખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, કિયારા અડવાણી, દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હાત્રા સહિત અનેક બી ટાઉનના સેલેબ્સે હાજરી આપી હતી.

આ સિવાય ફિલ્મ મેકર્સથી લઇને સિંગર્સ સુધીના અનેક લોકોએ મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા. પરંતુ આ દરમિયાન અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે ઇવેન્ટમાં કંઇક એવું કર્યુ કે લોકોનું ધ્યાન ખેંચી લીધું. જો કે હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પોલીસની વેન પર ચઢેલા જોવા મળે છે.

આ દરમિયાન બન્ને ફેન્સ હેલ્લો બોલતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં આ દરમિયાન બન્ને સ્ટાર્સ એક સાથે ફેન્સની હૂટિંગ પર પણ રિસ્પોન્સ આપતા જોવા મળી રહ્યા છે. આમ, આ સમયે અક્ષય કુમાર હાથ મિલાવે છે અને માથુ ઝુકાવતો જોવા મળી રહ્યો છે. અક્ષય અને ટાઇગરનો આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ વેન પર અક્ષય અને ટાઇગર બન્ને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. બન્ને સ્ટારનો આ ક્યૂટ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ આ વિડીયો પર એકથી એક ચઢિયાતી કોમેન્ટ્‌સ કરી રહ્યા છે.

આ વિડીયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. તમને જણાવી દઇએ કે ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર બન્ને જલદી બડે મિયાં છોટે મિયાંમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ એક્શન ફિલ્મ આગામી વર્ષે ઇદના તહેવાર પર રિલીઝ થવા માટે તૈયાર છે. અક્ષય કુમારે સોશિયલ મિડીયા દ્રારા ઘણી વાર ફેન્સને આ ફિલ્મથી ટાઇગરની ઝલક બતાવી છે જેમાં બંદૂક લઇને ફૂલ એક્શન મુડમાં નજરે પડી રહ્યા છે. આ સિવાય અક્ષય કુમારની પાસે હેરા-ફેરી ૩, હાઉસફૂલ ૫, વેલકમ ટૂ ધ જંગલ અને સ્કાઇ ફોર્સ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.