Western Times News

Gujarati News

ડમ્પરે બસને ટક્કર મારતા આગથી ૧૩ મુસાફર જીવતા ભૂંજાયા

ગુના, ગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે ૦૮ઃ૩૦ વાગ્યે એક ડમ્પરે જાેરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં ૧૩ મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી છે.

જ્યારે દુર્ઘટનાની જાણકારી મળી તો મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દુઃખ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. માહિતી અનુસાર દરરોજની જેમ ૩૨ સીટર સિકરવાર બસ બુધવારે રાતે આશરે આઠ વાગ્યે ગુનાથી આરોન જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.

માહિતી અનુસાર બસ વીમા અને ફિટનેસ સર્ટિ વગર જ દોડાવાઈ રહી હતી. બસ ફિટનેસ સર્ટિની મુદ્દત ફેબ્રુઆરી ૨૦૨૨માં પતી ગઈ હતી અને વીમા મુદ્દત ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ સમાપ્ત થઈ ગઇ હતી. પરિવહન વિભાગ તથા જવાબદારોની અવગણનાને લીધે બસની નિયમિત તપાસ થઈ નહોતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.