Western Times News

Gujarati News

76 કિમીનો SP Ring Road હવે સિકસ લેન કરાશે

(એેજન્સી)અમદાવાદ,૭૬ કિલોમીટર લાંબા સરદાર પટેલ એસપી રીગ રોડને સીકસ લેન બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ૭ દિવસમાં આ માટે આરએફપી બહાર પાડવામાં આવશે. જે તે કન્સલ્ટન્ટ પાસેથી ૭૬ કિલોમીટરના રોડલ પર ટ્રાફીકનું ભારણ અને રોડ ડીઝાઈનીગ કેવી રીતે કરવું તેની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે અહી સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. ર૦ વર્ષ સુધી ચાલે તે પ્રકારે આયોજન હાથ ધરાશે તેવું ઔડાના અધિકારીઓનું કહેવું છે.

૬ નેશનલ હાઈવે અને ૧૧ સ્ટેટહાઈવેને કનેકટ કરતાં સરદાર પટેલ રીગ રોડ હાલ ચાલ લેનનો છે. જેમાં પ્રત્યેક લેન ૮.પ મીટરની છે. આ વધારીને ૧ર.પ મીટર કરી રીગ રોડને સીકસ લેન કરાશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર્‌ને કનેકટ કરતો આ એક જ મુખ્ય રોડ છે અને અહીથી પ્રતી દીવસ અંદાજે ૩૦ લાખ વાહનો અવરજવર કરે છે. ઈન્ડીયન રોડ કોગ્રેસ આઈઆરસી ના નિયમ મુજબ જે તે સમયે આ રોડ પર ચાર લેનનો ડેવલપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ટ્રાફીકનું ભારણ વધવાને પગલે ર૦૧૯માં તેને સીકસ લીન બનાવવા માટેની યોજના ઔડાએ અમલમાં મુકી હતી. અને સંયુકત ભાગીદારીમાં બે કંપનીનું આનું કામ પણ સોંપી દેવાયું હતું. પરંતુ તે કંપનીઓને કરારમાં ૩ વર્ષ સુધી આ રોડ પરના ઢોલ ઉઘરાવવા માટે માગણી કરતાં આ યોજના પડી ભાંગી હતી અને સીકસ લેનનું કામ ખોરંભે ચઢયું હતું.

તાજેતરમાં ઔડાએ કલોલ તરફ જતો રોડ ૬૦ મીટરનો કરવા નિર્ણય કર્યો હતો. ત્યારે ત્રાગડ ખાતેના ટોલનાકાનો ટ્રાફીક સર્વે કર્યો હતો. જેમાં આ એક જ ટોલનાકે રોજના ૩૯ હજાર વાહનો અવરજવર કરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઈન્ડીયન રોડ કોગ્રેસ મુજબ આ ભારણ પણ ખૂબ વધારે હતું. જેને પગલે ઔડાએ ૭૬ કિલોમીટરના રોડ માટે ટ્રાફીક સર્વે કરી તેના આધારે સીકસ લેન ડીઝાઈન કરવા માટે કન્સલ્ટન્ટ નિમવા નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.