Western Times News

Gujarati News

રશિયાનું વિમાન ભૂલથી થીજેલી નદી પર લેન્ડ થયું

મોસ્કો, રશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઇ છે. ખરેખર તો ૩૦ મુસાફરો સાથેના એક વિમાનને પાયલટે રન-વે પર લેન્ડ કરવાની જગ્યાએ થીજી ગયેલી નદી પર લેન્ડ કરી દીધું હતું. જાેકે લેન્ડિંગ સુરક્ષિત રહેતાં તમામ મુસાફરો સુરક્ષિત છે.

માહિતી અનુસાર સોવિયેત કાળના એન્ટોનોવ-૨૪ વિમાનના પાયલટથી આ મોટી ભુલ થઇ ગઇ હતી. માહિતી અનુસાર આ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઈ. પોલર એરલાઈન્સનું વિમાન એએન-૨૪ યાકુટિયા ક્ષેત્રમાં ર્જિયંકા નજીક કોલિમા નદી પર લેન્ડ થયું હતું.

એરલાઇન્સના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર પાયલટે આ મોટી ભૂલ કરી હતી. નદી પર લેન્ડ થયેલા વિમાનની તસવીર વાયરલ થઈ રહી છે. કોઈ જાનહાનિ થઇ નથી. હાલ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.