Western Times News

Gujarati News

ધાતરવડી ડેમમાંથી ગુમ થયેલા ૨૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

પ્રતિકાત્મક

અમરેલી, અમરેલીના ધાતરવાડી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ યુવક સાથે શું ઘટના બની હતી. તેણે આપઘાત કર્યો કે પછી તેની હત્યા થઇ છે. તેને લઈ હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ.

અમરેલી શહેરમાંથી ગુમ થયેલા ૨૦ વર્ષીય યુવકનો હવે મૃતદેહ મળી આવ્યો છે.જી હા ધાતરવાડી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.આ યુવક સાથે શું ઘટના બની હતી.તેણે આપઘાત કર્યો કે પછી તેની હત્યા થઇ છે.

તેને લઈને હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.આ તમામ સવાલોના જવાબ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે આ અગાઉ યુવકના ગુમ થવાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવી હતી.પરંતુ યુવકનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છે.
તો હવે જાેવાનું રહ્યું કે આ મામલે શું ખુલાસા સામે આવે છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.