Western Times News

Gujarati News

એસટીએફ દેવેન્દ્ર તિવારીની તલાશ માટે ટેક્નોલોજીના સહારે

લખનૌ, રામ મંદિર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફપ્રમુખ અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ ધીમે ધીમે અનેક ખુલાસા કરી રહી છે. એસટીએફદેવેન્દ્ર તિવારી, તેના ડ્રાઈવર સુનિત અને શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અન્ય વ્યક્તિની તલાશ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. બીજી તરફ ટીમે દેવેન્દ્રની સંપત્તિની તપાસ હાથ ધરી છે.

એસટીએફએ જણાવ્યું કે, અત્યાર સુધી દેવેન્દ્રની એક ફોર્ચ્યુનર, ઈકો સ્પોર્ટ્‌સ અને બોલેરો વાહનો, ત્રણ અલગ-અલગ ડ્રાઈવર, એક પર્સનલ આસિસ્ટન્ટ, બે સોશિયલ મીડિયા હેન્ડલર્સ, ઓફિસમાં એક રિસેપ્શનિસ્ટ, બે ગનર્સ વિશે માહિતી મળી છે.

આ ઉપરાંત તેની આલમબાગમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સ સ્કૂલ અને ઓફિસ નીકળી છે. દેવેન્દ્રનું બંથારામાં મકાન છે. એસટીએફતપાસ કરી રહી છે કે દેવેન્દ્રએ આ સંપત્તિઓ કેવી રીતે હસ્તગત કરી છે. દેવેન્દ્ર તિવારી જેઓ ઈન્ટરનેટ મીડિયા પર ખૂબ જ સક્રિય છે તે ભારતીય કિસાન મંચના અધ્યક્ષ પણ છે.
એસટીએફએ જણાવ્યું કે, દેવેન્દ્રના ગુનાહિત રેકોર્ડ અને તેના દ્વારા દાખલ કરાયેલા કેસોની તપાસ ચાલી રહી છે.

તમામ કેસના તપાસ અધિકારીઓના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. દેવેન્દ્રની ચલ-અચલ સંપત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમની અંગત સુરક્ષા અને સુવિધાઓ પર તૈનાત અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. જાે જરૂર પડશે તો સ્થાનિક પોલીસ દ્વારા તેમના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી શકે છે.

એસટીએફએ દેવેન્દ્ર સાથે નિયુક્ત કર્મચારીઓ વિશે સ્થાનિક પોલીસ પાસેથી રેકોર્ડ માંગ્યો છે. ધમકી મામલે દેવેન્દ્રના બે કર્માચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં દેવેન્દ્રનો મીડિયા હેન્ડલર તાહર સિંહ અને પીએ ઓમ પ્રકાશ મિશ્રા છે. જ્યારે તેના ડ્રાઈવર સુનીતની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે અને તે ફરાર પણ છે. આ કારણોસર એસટીએફતમામ કર્મચારીઓ વિશે વિસ્તૃત માહિતી માંગી રહી છે.

ગોંડાના ધાનેપુર નિવાસી તાહર સિંહ અને ત્યાંના જ કટરા બજાર નિવાસી ઓમ પ્રકાશ મિશ્રાની વિભૂતિખંડથી એસટીએફએ ધરપકડ કરી હતી. હવે બંને આરોપીઓ, તેમના પરથી મળેલા મોબાઈલ ફોનને એસટીએફએ આલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસને સોંપી દીધા છે.

હવે પોલીસ પૂછપરછ બાદ સ્થાનિક સ્તર પર આરોપીઓની નિશાનદેહી પર પુરાવા એકત્ર કરી રહી છે. એસટીએફના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર તિવારીએ પોતાનું નામ અને રાજકીય કદ વધારવા માટે રામ મંદિર, સીએમ યોગી અને અમિતાભ યશના નામની ધમકી આપવાનું ષડયંત્ર રચ્યું અને પોતે ફરિયાદી બનીને ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરી દીધી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.