Western Times News

Gujarati News

ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ

વડોદરા, વડોદરા માંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાથી અમદાવાદ આ કન્ટેનર લવાતુ હતુ. જેને ઝડપી પાડવામાં આવ્યું છે.

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરા માંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાથી અમદાવાદ આ કન્ટેનર લવાતુ હતુ. જેને ઝડપી પાડવામાં આવ્યું છે. કન્ટેનરમાં આશરે ૧૪ લાખની કિંમતનો દારુનો જથ્થો હતો. તો પોલીસે દારુ સાથે હરિયાણા અને દિલ્લીના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તો બીજી તરફ આ અગાઉ દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ઝડપાઈ હતી.ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા પાડતા ૨૨ નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે ૨૨ નબીરાને ઝડપી લીધા જ્યારે ૨ લોકો ફરાર થયા હતા. મેડિકલ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા તમામ નબીરાઓ નશાની હાલતમાં હતા. ફાર્મ હાઉસ પરથી ૭ બોટલ દારૂ અને ૩ બિયરની બોટલ પોલીસે જપ્ત કરી હતી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.