Western Times News

Gujarati News

10મી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ દરમ્‍યાન ગુજરાતમાં રોકાણોનો ધોધ વરસશે

નવી દિલ્‍હી, ગાંધીનગર ખાતે આવેલા મહાત્‍મા મંદિરમાં વડાપ્રધાન મોદીએ ૧૦મી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ – ૨૦૨૪નું દબદબાભેર ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે સૌ પહેલા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે સ્‍વાગત પ્રવચન કર્યુ હતું. આ સમિટની થીમ છે ‘ગેટવે ટ્રુ ફયુચર’ છે જેમાં ૩૪ દેશો અને ૧૬ સંસ્‍થાઓ ભાગ લઇ રહેલ છે. આજથી ૩ દિવસ માટે યોજાયેલા આ સમિટ દરમ્‍યાન ગુજરાતમાં રોકાણોનો ધોધ વરસશે.

લાખો-કરોડોના MoU  થશે. આ કાર્યક્રમમાં ૪ દેશોના વડાઓ, ૩૪ પાર્ટનર કન્‍ટ્રી, કેન્‍દ્રિય મંત્રી, દેશ-દુનિયાના ટોચના ઉદ્યોગપતિ માટે ટોચના CEO ઉપસ્‍થિત રહ્યા છે. સમિટ દરમ્‍યાન ૮ વિષયો પર સેમીનાર પણ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લે છે.. પીએમ મોદીએ કહ્યું કે વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ આત્‍મનિર્ભર ભારત માટે સમળદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે.

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે કહ્યું કે હું વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટમાં ૩૪ ભાગીદાર દેશો અને ૧૩૦થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્‍વાગત કરું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્‍ય’નો વિચાર વિશ્વ સમક્ષ મૂકયો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્‍યું છે.

ગુજરાત વાઇબ્રન્‍ટ સમિટ-૨૦૨૪માં ભાગ લેવા માટે ૧૩૬ દેશની કંપનીઓ, સંસ્‍થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્‍ટ્રેશન કરાવી દીધું છે. ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્‍ટ સમિટમાં ૪ દેશના રાષ્‍ટ્રપ્રમુખની સાથે ૨૦૦ કંપનીઓના સીઇઓ આવશે. જેમાં ૭૫ જેટલા સીઇઓ ગ્‍લોબલ કંપનીઓના પણ આવશે. ગ્‍લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્‍સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

વેલકમ સ્‍પીચ આપતા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે જણાવ્‍યું કે, વાઈબ્રન્‍ટ સમિટમા પાયોનિયર અને આર્કિટેક્‍ટ પીએમ મોદીએ આ સમિટને બોન્‍ડિંગી સમિટ કહી છે. ૩૪ પાર્ટનર કન્‍ટ્રી, ૧૩૦ થી વધુ દેશોના ડેલિગેટ્‍સનું હુ સ્‍વાગત કરું છું. આ સમિટ ભારતીયો માટે મોટી ઉપલબ્‍ધિ રહી છે, ગુજરાતે વેપારમાં પ્રમુખ સ્‍થાન મેળવ્‍યું છે. જે પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતળત્‍વનું પરિણામ છે. ૨૧ સદીની શરૂઆતમાં ગુજરાત અનેક ચેલેન્‍જિસથી ઘેરાયુ હતું,

જેમાં તેઓએ આશાનું કિરણ બતાવ્‍યુ હતું. ગુજરાત કેન અને ગુજરાતીઝ વિલ. ત્‍યારે હવે ગુજરાત નોલેજ શેરિંગ અને નેટર્વકિંગ માટેનું મંચ બની ગયું છે. દરેક સમિટમાં પીએમ મોદી વર્લ્‍ડક્‍લાસ પરિકલ્‍પના આપી છે. ૫૦ ટકા એમઓયુ ગ્રીન એમઓયુ છે. પર્યાવરણની રક્ષા માટે ગ્રીન ગ્રોથ અને રિન્‍યુએબલ એનર્જિ માટેના એમઓયુ અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે હમેશા ક્‍વોલિટી ઓફ લાઈફ પર ધ્‍યાન આપ્‍યું છે. વાઈબ્રન્‍ટ સમિટ અમળત ભવિષ્‍યનો રોડ મેપ તૈયાર કરશે. તમારું સૌનું વાઈબ્રન્‍ટ ગુજરાતમાં સ્‍વાગત છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.