Western Times News

Gujarati News

દુબઈનું જેદ્ધા ટાવર કથિત રીતે ૧,૦૦૦ મીટરથી વધુ ઊંચુ હશે

દુબઈ, ૧૪ વર્ષ પહેલા દુબઈમાં બુર્જ ખલીફા ૮૨૮ મીટરની ઊંચાઈ સુધી પહોંચીને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ બની ગઈ હતી. આને ઘણા રેકોર્ડ બનાવ્યા અને ફેમસ થઈ ગઈ. બુર્જ ખલીફાનું નિર્માણ ૨૦૦૪માં શરૂ થયું અને તેને સત્તાવાર રીતે ૨૦૧૦માં ખોલવામાં આવી.

ઈમારતને દુબઈના કેન્દ્રમાં એક મોટુ અને મુખ્ય આકર્ષણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જાેકે, હવે એક નવી બિલ્ડીંગની ચર્ચા થઈ રહી છે જે તેને પાર કરી શકે છે. જેનાથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે કે શું બુર્જ ખલીફા હવે સૌથી ઊંચુ નહીં રહે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર સાઉદી અરબમાં વર્તમાનમાં નિર્માણાધીન એક ઈમારત પૂરી થયા બાદ બુર્જ ખલીફાથી પણ ઊંચી થવાની આશા છે. જેદ્ધા ટાવર જેને કિંગડમ ટાવર પણ કહેવામાં આવે છે. કથિત રીતે ૧,૦૦૦ મીટર (૧ કિમી, ૩,૨૮૧ ફૂટ) થી વધુ ઊંચુ હશે. જેદ્ધા ઈકોનોમિક કંપનીની ઈમારત લક્ઝરી રેસિડેન્ટ, ઓફિસ પ્લેસ, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અને લગ્ઝરી કોન્ડોમિનિયમનું મિશ્રણ હશે.

એવુ કહેવાય છે કે આ દુનિયાની સૌથી ઊંચી વેધશાળા પણ હોય. ૧.૨૩ બિલિયન ડોલરની કિંમત વાળુ જેદ્ધા ટાવર, બુર્જ ખલીફા કરતા ઊંચુ હોઈ શકે છે. આ ઉત્તરી જેદ્ધા કેન્દ્રબિંદુ ૨૦ અરબ ડોલરની મેગા-પ્રોજેક્ટનો ભાગ છે. જેનું નિર્માણ પાંચ વર્ષ બાદ ૨૦૨૩માં ફરીથી શરૂ થયુ જ્યારે પૂરુ થવુ રહસ્યમય છે. આના પ્રસ્તાવિત કદ અને સુવિધાઓથી બુર્જ ખલીફાના રેકોર્ડને જાેખમ છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.