Western Times News

Gujarati News

નિર્વાણ દિવસ નિમિત્તે સાયરન વાગ્યું છતાં કોઈએ મૌન પાળવાની તસ્દી ન લીધી

ગાંધીનગર, શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવે છે. ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે ૧૦ ને ૫૯ મિનિટે સાયરન વગાડવામાં આવે છે અને બે મિનિટનું મૌન પાળવામાં ાવે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો જાેકે આજે વાસ્તવિકતા બિલકુલ અલગ છે.

ગુજરાત વિધાનસભા માં મુકાયેલી સાયરન વાગી હતી જાે કે બે મિનિટની મૌન પાળવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તા પરનો ટ્રાફિક પણ કઈ જ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જાેઈ શકાતી હતી.

રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જાેકે ગાઁધીનગરમાં આજે વાસ્તવિકતા બિલકુલ અલગ જાેવા મળી. ગુજરાત વિધાનસભા માં મુકાયેલી સાયરન વાગ્યુ હતું, જાે કે બે મિનિટની મૌન પાડવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તા પરનો ટ્રાફિક પણ કઈ જ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જાેઈ શકાતી હતી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.