Western Times News

Gujarati News

ફિજીના નાયબ વડાપ્રધાન અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી

ગુજરાતના પ્રવાસે પધારેલા ફિજીના નાયબ વડાપ્રધાન તથા નાણામંત્રી શ્રી બીમન પ્રસાદ અને ફિજીના અન્ય ડેલીગેટ્સે અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. Deputy Prime Minister of Fiji visited the world famous historic Gandhi Ashram in Ahmedabad

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ તેમજ ગાંધી આશ્રમના સ્ટાફ દ્વારા સુતરની આંટી પહેરાવીને ફિજીના નાયબ વડાપ્રધાન તથા નાણામંત્રી શ્રી બીમન પ્રસાદ અને ફિજીના અન્ય ડેલીગેટ્સનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી બીમન પ્રસાદે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું. ગાંધી આશ્રમમાં સ્થિત પુસ્તક ભંડારમાંથી તેઓએ પુસ્તકોની ખરીદી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.