Western Times News

Gujarati News

મ્યુનિ.બોર્ડમાં CAAઅને NRC મુદ્દે કોંગ્રેસને ઘેરવા ભાજપ પ્રયાસ કરશે

અમદાવાદ: દેશમાં CAA અને NRC મુદ્દે ઘણા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે જેના પડધા આડે સાંજે મળનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની માસિક સામાન્ય સભામાં પણ પડે તેવી શક્યતા જાવા મળી રહી છે.


કેન્દ્ર સરકારના નાગરીત્વ બીલ મુદ્દે દેશભરમાં વિરોધ ઘરણા-દેખાવો થઈ રહ્યાં છે. જેની પાછળ કોંગ્રેસનો હાથ હોવાના સીધા આક્ષેપ ભાજપા દ્વારા થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આજે મળનાર સામાન્ય સભામાં ભાજપ આ જ મુદ્દે કોંગ્રેસને ઘેરવા પ્રયાસ કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ ગત સપ્તાહ દરમ્યાન શાહઆલમ વિસ્તારમાં પોલીસની મંજૂરી વીના યોજાયેલ દેખાવો અને પોલીસ પર થયેલ હિંસક હુમલામાં કોંગ્રેસના કોર્પાેરેટર શહેજાદખાન પઠાણની ધરપકડ થઈ છે.

પોલીસ તપાસમાં થયેલ ઘટસ્ફોટ મુજબ કોંગી કોર્પાેરેટર જ રેલી યોજવા માટે મીટીંગો ભીડ એકત્રિત કરી હતી. તથા પોલીસ કર્મીઓ પર પથ્થરમારો થયો હતો. ટોળાંને એકત્રીત કરવા અને ઉશ્કેરણી કરવા બદલ દાણીલીમડાના કોર્પાેરેટર સહિત અત્યાર સુધી લગભગ ૩૦ જેટલા લોકોની ધરપકડ થઈ છે. કોંગી કોર્પાેરેટરની સંડોવણી બાદ ભાજપને મોકળુ મેદાન મળી ગયું છે.

મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રજાકીય કામો તથા ભ્રષ્ટાચાર મુદ્દે ઉગ્ર રજૂઆત થાય તે સત્તાધારી પાર્ટીને પરવડે તેમ નથી. મનપાની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા હોવાથી સત્તાધારી પાર્ટીને તેની નિષ્ફળતા પ્રજા સમક્ષ આવે તે પોષાય નહીં તેથી કોંગી કોર્પાેરેટરની કથિત સંડોવણ અને ધરપકડના મુદ્દાનેઆગળ ધરી ભાજપ દ્વારા બોર્ડ ન ચાલે તેવા પ્રયાસ થઈ શકે છે.

ભાજપના હોદ્દેદારોની નિષ્ફળતા અને મ્યુનિ.કમીશનરના મનસ્વી વલણથી ભાજપના કોર્પાેરેટરોમાં પણ રોક છે. મ્યુનિ.કર્મીઓ પ્રજા પર આર્થિક ભારણ નાંખવા સિવાય કોઈ જ નક્કર કામ કર્યા નથી. તેમજ રોડ-રસ્તા સહિતના કામો અટવાઈ ગયા છે જે બાબતનો સ્વીકાર ભાજપના સીનીયર કોર્પાેરેટરો પણ કરી રહ્યાં છે.

આ સંજાગોમાં મોવડી મંડળના આદેશ બાદ મ્યુનિ.ભાજપના મોવડી મંડળના આદેશ બાદ મ્યુનિ.ભાજપના હોદ્દેદારો દ્વારા એકજુટ હોવાના દેખાવ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.  મ્યુનિ.બોર્ડમાં પણ કોંગ્રેસ દ્વારા કમીશનર પર આકરા પ્રહાર થાય છે ત્યારે ભાજપના કોર્પાેરેટરો મૌન રહેવાનું પસંદ કરે છે. પરંતુ ઝ્રછછ અને દ્ગઇઝ્ર મુદ્દે જનજાગૃતિ લાવવા માટે દિલ્હીથી આદેશ મળ્યો હોવાથી મ્યુનિ.બોર્ડમાં ભાજપના તમામ કોર્પાેરેટરો એકસાથે મળીને CAA અને NRC મામલે થઈ રહેલ દેખાવોમાં કોંગ્રેસની જ સંડોવણી હોવાનું પુરવાર કરવાના પ્રયાસ કરી શકે છે. શાહઆલમ દુર્ઘટના તથા કોંગી કોર્પાેરેટરોની ધરપકડ બાદ ભાજપ આ મુદ્દે વધુ મજબુત બન્યું હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.