Western Times News

Gujarati News

આપણો દેશ ડોકટરોના વિકાસ માટેની ફળદ્રુપ ભૂમિ છે !!

“ર્ડાકટર એકવાર ભણીલે પછી સામાન્યતઃ પોતાની ભૂલોમાંથી ભણતાં રહેવાનું હોય છે !!”

 

“ડીપ્રેશન નામના કહેવાતા ઉપજાવી કાઢેલા રોગે દુનિયામાં માનસિક હાઉ મચાવ્યો છે !”

 

“ર્ડાકટરી એક ઉમદા વ્યવસાય છે પણ ર્ડાકટરોને આપણાં સમાજમાં એમની યોગ્યતા કરતાં ઘણું વધારે માન મળે છે. એમના સંદર્ભે વાત કરીએ ત્યારે ‘ર્ડાકટર સાહેબ’ શબ્દ વાપરીએ છીએ!”

બુધવાર 26-06-2019,  “ ૧૯પ૪માં એક પુસ્તક પ્રગટ થયું હતું જેનું મથાળું હતું ‘અમે શા માટે ર્ડાકટર બન્યા !’… દુનિયાના, એ સમયના લબ્ધપ્રતિષ્ઠિત પ૦ (પચાસ) ર્ડાકટર અને બીજા ક્ષેત્રોમાં પણ ઉંચાઈને આંબી ગયેલા, પણ ર્ડાકટરી છોડી દીધી હોય તેવી પ્રતિભાઓના મંતવ્ય્‌ આ પુસ્તકમાં હતાં જેમાનાં કેટલાંક નામઃ- લેખક સમરસેટ મોમ, સેક્સ નિષ્ણાત હેવલોક એલિસ, મિશનરી આલ્બર્ટ શ્વાઈટ્‌ઝર, નોવેલીસ્ટ એ.જે.ક્રોનીન, ન્યાયાધીશ ઓલીવર વેન્ડેલ હોમ્સ! ડોકટર સાહેબ શબ્દ આપણા સમાજમાં ગીનીગોલ્ડના સિક્કા જેવો છે.

વ્યક્તિ ડોકટર શા માટે થાય છે ! ખૂબ પૈસા મળે છે એ એક કારણ. બિલ આપ્યા વિના બધું જ નાણું કાળું લેનારા સમાજના સૌથી પ્રતિષ્ઠિત નાગરિકો પણ ર્ડાકટર હોય છે ! આટલી કરચોરી અને આટલી પ્રતિષ્ઠા એક જ વ્યક્તિમાં હોય, બે વિરોધીતાઓ એક જ દેહમાં બિરાજેલી હોય એવું અર્ધનારીશ્વર ર્ડાકટરમાં પણ જાવાં મળે છે.

અર્ધનારીશ્વરનો મતલબ વિરોધિતાઓ સમજવી. અપવાદો પણ ઘણાં છે- ર્ડાકટરમાં અને તેની ક્યાં ના છે ? ર્ડાકટર એકવાર ભણીલે પછી સામાન્યતઃ પોતાની ભૂલોમાંથી ભણંતા રહેવાનું હોય છે ! બીમારી વધારે ચાલે તો ર્ડાકટર વધારે કમાય એવું તારણ છે. જૂનાં ચીનમાં જુદી રીતનો રીવાજ હતો. ફેમિલી ર્ડાકટરને ચાલુ ફી આપવામાં આવતી હતી. તમે સ્વસ્થ હોવ- બિમાર ના હોવ ત્યારે !!! પણ જ્યારે એમનો પેશન્ટ બીમાર પડે ત્યારે ડોકટરની ફી બંધ કરી દેવામાં આવતી. ચુસ્ત સરકારી કાયદો હતો !

ફી બંધ થઈ જાય એટલે ર્ડાકટર પોતાની ગરજે- પોતાની સમગ્ર જાત- અનુભવની વિદ્યા ધ્વારા દર્દીને સાજા કરવા પ્રયત્ન કરે. દર્દી જેટલો જલદી સાજા થઈ જાય એટલી જલદી ર્ડાકટરની ફી ફરીથી શરૂ થઈ જાય ! દર્દીને જલદી સાજા કરવામાં જ ર્ડાકટરનો અંગત અભિગમ રહેતો. અને આજે… દર્દી જેટલો વધારે બીમાર રહે એમાં જ ર્ડાકટરનો વિકાસ સંભવ છે ! ડોકટરી એક ઉમદા વ્યવસાય છે પણ ડોકટરોને આપણાં સમાજમાં એમની યોગ્યતા કરતાં ઘણું ઘણું વધારે માન મળે છે. પરિવારમાં કોઈપણ વ્યક્તિ એમના સંદર્ભે વાત કરે ત્યારે ‘ડોકટર સાહેબ’ શબ્દ વાપરે છે !

આપણો દેશ ર્ડાકટરના વિકાસ માટેની ફળદ્રુપ ભૂમિ છે. જ્યારે ડોકટર દર્દીને કહે છેઃ ‘તમને વાઈરલ ઈનફેક્શન’ છે ત્યારે આ શબ્દ પ્રયોગનો અર્થ છે હવે આપણાં શરીરના પ્રત્યેક અવયવોના ઉપલબ્ધ થઈ શકતાં રીપોર્ટ કઢાવવાના અને કેટલા બધાં ર્ડાકટરોને સમાજવાદી બની રૂપિયા આપતાં જાવ, રીપોર્ટ લેતાં જાવ, તે પછી ર્ડાકટરનું ર્ડાકટરી વાઈરલી ઈનફેકશન પતે અને આપણા દર્દ માટે સારવારનું પ્રારંભિક પ્રસ્થાન શરૂ થાય !!

આજે શહેરોમાં હોસ્પીટલોનું પ્રમાણ ખૂબ વધતું જાય છે ! અમદાવાદ શહેરમાં જ નાની-મોટી અસંખ્ય હોસ્પીટલો છે ! શહેરનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં લાઈનબંધ હોસ્પીટલો ના હોય ! પ્રશ્ન થાય છે કે શું ખરેખર મોટાભાગના લોકો ઉત્તરોઉત્તર બીમાર પડતા જાય છે ? હવે તો માનસિક ચિકિત્સાલયોનો પણ વિકાસ પ્રગતિના પંથે છે ! માનસિક બીમારી અન્ય બીમારીઓની હરોળમાં આગળ પ્રસ્થાન કરી રહી છે !

તમે મજામાં ન હોવ, ઉદાસ રહેતાં હોવ, સહેજસાજ ચિંતામા હોવ યા હસી ના શકતા હોવ- તો પરિવ્ર તમને પોતાને જ માનસિક ચિકિત્સાલયમાં મોકલશે ! માનસિક ચિકિત્સક તમારી સાથે વાતો કરશે અને છેવટે નિદાનમાં ‘ડીપ્રેશન’ નામના માનસિક રોગની સારવાર શરૂ કરશે. એ માટેની દવાઓ જેમાં ‘જીવનમાં સુસ્તી વધુ- સ્ફૂર્તી ઓછી’ જેવું પરિણામ આવતું જણાય છે !

મનોવિજ્ઞાનિક ર્ડા. ગેરી ગ્રીનબર્ગ કે જેઓ અમેરિકાના પ્રખ્યાત સાયકોથેરાપીસ્ટ (માનસિક ચિકિત્સક) છે જેમનું પુસ્તક ‘મેન્યુફેકચરીંગ ડીપ્રેશન ધ સીક્રેટ ઓફ એ મોર્ડન ડીસીઝ’ માં તેમનું મંતવ્ય છે કે ભોળી પ્રજાને સાવજ બુધ્ધુ- ડફોળ બનાવીને કેટલાકે આ ડીપ્રેશન- એ જ્ઞાનતંતુનો રોગ છે એવું ભેજામાં બેસાડી દઈને તેની દવાઓ વેચીને અબજો ડોલરનો વેપલો કરી લીધો છે અને કરી રહયાં છે ! ડીપ્રેશન નામના કહેવાતા ઉપજાવી કાઢેલા રોગે દુનિયામાં માનસિક હાઉ મચાવ્યો છે. લાખોની સંખ્યામાં સારા ઘરનાં લોકો માનસિક ચિકિત્સાલયોમાં ભટક્યાં કરે છે !

ડીપ્રેશનની દવાઓ લઈને બીજા અનેક પ્રકારના શારીરીક રોગોને જન્મ આપવાનું નોતરું દઈ રહયાં છે !! ખરેખર તો આ મનની અસ્વસ્થતાનું ઉભરાતું લક્ષણ છે. અહંકાર, માનભંગ, અસહિષ્ણુતા કે લાગણીઓ ઘવાઈ જવાને કારણે માણસ આ સ્થિતિનો ભોગ બની જાય છે !

આ સમસ્યાને મનોચિકિત્સકો ‘ડીપ્રેશન’ની બીમારીનું લેબલ લગાવી દઈને આપણાં ખીસ્સાં ખાલી કરવાનો કસબ અજમાવે છે ! આવા વ્યક્તિઓને સાચી સમજણ આપવાથી અને કુદરત તરફ તેમનો દ્રષ્ટિકોણ વાળવાથી તેમની માનસિક સ્થિતિમાં ઝડપી ફેરફાર આવે છે ! દવા વગર- સ્વસ્થ બને છે ! તેમનું કહેવું છે ‘ખૂદ પોતે જ પોતાના ચિકિત્સક બની રહો !’ એમનાં મંતવ્યે ‘ડીપ્રેશન’ એ રોગ છે જ નહીં ! સ્વ નિરીક્ષણ, સ્વ અનુભવ, સ્વ પરિસ્થિતિનો એકાએક ખૂલી જતો ભેદી દરવાજો તમને તમારું જ દર્શન કરાવે છે – એ દર્શનને પચાવતાં પચાવતાં જીવન પ્રત્યે સૂઝ-બૂઝ કેળવી શકનાર આવા કથિત રોગથી મુક્ત બની જાય છે ! કાયમને માટે !!

ખિડકીઃ એકવાર જ્યોર્જ બર્નાર્ડ શોએ એના ડોકટરને ફોન કર્યો અને કહયું કે ખૂબજ તકલીફમાં છું ! મને એમ લાગે છે કે કોઈપણ ઘડીએ મારું ધ્યેય બંધ પડી જશે. તમે જલદી આવો. ર્ડાકટરે ફોન મૂક્યો ન મૂક્યો અને દોડ્યા. ધડાધડ ત્રણ દાદરા ચડી ગયા. ર્ડાકટરને ખુદને જ ચિકાર પરસેવો વળ્યો. કશું બોલી શક્યા નહીં. ખુરસીમાં જ આંખો બંધ કરી બેસી પડ્યા. આ જોઈને બર્નાર્ડ શો પથારીમાંથી લગભગ કૂદી પડ્યા. એમણે ર્ડાકટરને ઢંઢોળ્યા અને પૂછ્યું શું થયું ? ર્ડાકટરે કહયુંઃ હમણાં તો બોલો જ નહીં. મને લાગે છે, હું કોઈપણ ઘડીએ ઉકલી જઈશ.

હાર્ટ- એટેક હોય એવું લાગે છે ! બર્નાર્ડ શો એમને મદદ કરવા લાગ્યા. ચા બનાવી. એસ્પિરીનની ગોળી આપી. એક સામાન્ય માણસ તરીકે ર્ડાકટરની જે સેવા થઈ શકે એ કરી. અડધો કલાકમાં ર્ડાકટર સારા થઈ ગયા… પછી ર્ડાકટરે બર્નાર્ડ શો ને કહયું કે હવે મારે જવું જાઈએ. મારી ફી આપો. બર્નાર્ડ શો એ કહયું કે ફી તો તમારે મને આપવી જોઈએ! હું અડધા કલાકથી તમારી પાછળ છું. આવડે એવી સેવા ચાકરી કરી. ચા આપી અને દવા આપી… પણ ર્ડાકટરે કહયું તમે મારા માટે શું કર્યું એની ફી નથી માગતો પણ મેં તમને સાજા કરી દીધા એની માંગુ છું. તમને પથારીમાંથી બહાર કાઢયા એની ફી માગું છું. તમારી સારવારનો આ પણ એક ભાગ હતો !!

સ્ફોટકઃ “એકાદ માણસને બચાવવાના પ્રયત્નોમાં આખો દિવસ ગાળીને હું ઓપરેશન થીયેટરમાંથી બહાર નીકળું છું અને છાપામાં વાંચુ છું કે દસ માણસોને ઠાર મારવામાં આવ્યા છે ત્યારે ઘણીવાર મને મારી સમગ્ર જીંદગી વ્યર્થ લાગે છે !”- ર્ડા ક્રિશ્ચીયન બર્નાડ !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.