Western Times News

Gujarati News

હવે આઇએસઆઇનુ નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ફેલાઇ રહ્યું છે

ગાજિયાબાદ : પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇનુ નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ઝડપથી ફેલાઇ રહ્યું હોવાના અહેવાલ મળ્યા છે. એક અગ્રણી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ તેની પ્રવૃતિને વધારી દેવાની યોજના ધરાવે છે.

આઇએસઆઇના સંબંધ બાંગલાદેશી લોકોની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ દેખાઇ રહ્યા છે. આ અંગેનો ધડાકો તાજેતરમાં મેરઠમાં યોજાયેલી એક બેઠક મારફતે કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન એક ચોંકાવનારી બાબત એ પણ સપાટી પર આવી છે કે પશ્ચિમી યુપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ પણ ગુપ્ચચર સંસ્થાઓને છેલ્લા કેટલાક સમયથી એક પણ ઇન્ટરનેશનલ કોલને ટ્રેસ કરવામાં સફળતા મળી નથી.

આ મામલે મેરઠના કમીશનરે ગંભીર નોંધ લીધી છે. સાથે સાથે સર્વિલાન્સ સિસ્ટમને સક્રિય કરવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. ૨૧મી જાન્યુઆરીના દિવસે મેરઠમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ જિલ્લા વહીવટીતંત્રને આ સંબંધમાં અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો.

આ સિક્રેટ અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે મેરઠ મંડળના તમામ જિલ્લામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વારંવાર ગુપ્તરીતે અવરજવર કરી રહ્યા છે. આવી સ્થિતીમાં લોક ઇન્ટેલિજન્સ યુનિટને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમની અવરજવર હોવાથી ઇન્ટરનેશનલ કોલ હોવાની શક્યતા રહે છે. આવી સ્થિતીમાં ધ્યાન નહી રાખવાની બાબતમાં ભુલ થઇ શકે છે. મદરેસામાં ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ યુપીના મદરેસામાં બહારથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.