Western Times News

Gujarati News

ભારતીય સૈન્ય દ્વારા લેન્ડ યાચિંગનું આયોજન

Ahmedabad, 15 Jan 2020 72મા સૈન્ય દિવસની ઉજવણી કરવા માટે તેમજ ભારતીય સૈન્યના સાહસના જુસ્સાના પ્રતિકરૂપે ધોરડો ખાતે આઠ દિવસ સુધી ચાલનારા લેન્ડ યાચિંગ પ્રવાસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં કેપ્ટન અભિરાજ પાઠક અને લેફ્ટેનન્ટ નવદીપ શર્માના નેતૃત્ત્વ હેઠળ 15 સભ્યો જોડાયા છે જેમાં બહાદુર નાવિકોએ તેમના 400 કિલોમીટર લાંબા માર્ગનું દિશાસૂચન કર્યું હતું અને રણની વેરાન સપાટ જમીનથી માંડીને ધરમશાલા, શક્તિબેટ તેમજ તહેવારોની નગરી ધોરડો સહિતના વિવિધ સ્થળો આવરી લેવામાં આવ્યા હતા. આ ટીમે 08 જાન્યુઆરી 2020ના રોજ પ્રવાસની શરૂઆત કરી હતી અને છેવટે 15 જાન્યુઆરી 2020ના રોજ ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા.

પ્રવાસની ટીમને ભૂજ ખાતે આવેલા લેન્ય યાચિંગ નોડ પર તાલિમ આપવામાં આવી હતી જે સૈન્યની એડવેન્ચર પાંખ હેઠળ કામ કરે છે. આ પ્રવાસનો આશય પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ યુવાનોને કારકિર્દી તરીકે ભારતીય સૈન્યને પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.