Western Times News

Gujarati News

મોડાસા I.T.Iમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી અંતર્ગત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

ભિલોડા: અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,અરવલ્લીના સહયોગ તથા જિલ્લા આરોગ્ય આરોગ્ય વિભાગ, અરવલ્લીના સંયુકત ઉ૫ક્રમે ‘’નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’’ ઉજવણીના ભાગરૂપે ગુરુવારે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,મોડાસા ખાતે મહિલા દિવસ અન્વયે ‘’એડોલેશન્ટ હેલ્થ ડે’’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા, અરવલ્લી, ડી.આર.ડી.એ. ડાયરેકટર ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૨૮૦ વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબીન અને બ્લડગ્રૂપની ચકાસણી કરવામાં આવી હતી તાલુકા આરોગ્ય અધિકારી  ર્ડા.જીજ્ઞાબેન ડી.જયસ્વાલે વિદ્યાર્થીનીઓને  એડોલેશન્ટ હેલ્થ ડે અન્વયે માહિતી પુરી પાડી હતી તથા મોડાસાના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ,ર્ડા.જલ્પાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.