Western Times News

Gujarati News

વાડદ પ્રા.શાળામાં હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરાયા

ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતેની પ્રાથમિક શાળામાં તા:- ૨૮-૦૧-૨૦૨૦ના રોજ સ્વેટર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ:- ૧ માં અભ્યાસ કરતા બાળકોને હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા દ્વારા ઠડીથી રક્ષણ મેંળવવા ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં ચોપડા, સ્કુલ બેગ હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા વાડદ પ્રાથમિક શાળામાં ધોરણ:-૧ માં અભ્યાસ કરતા ૬૧ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. ભેટમાં સ્વેટર મળવાની ખુશી માસુમ બાળકોના ચહેરાઓ ઉપર જોવા મળતી હતી.આ પ્રસંગે મનોજ ભાઈ (આચાર્ય – વાડદ પ્રાથમિક શાળા), મોહસીન વહોરા, (મેનેજીંગ ટ્રસ્ટી), વહોરા મોઈન વી. (સહયોગી), શોએબ આઈ. સૈયદ (સહયોગીસહિત શાળા સ્ટાફ હાજર રહ્યો હતો. મનોજ ભાઈ (આચાર્ય – વાડદ પ્રાથમિક શાળા) તથા એસ.એમ.સી સભ્યો, એ સંસ્થાના ટ્રસ્ટી મોહસીન વહોરા,(મેનેજીંગ ટ્રસ્ટી), વહોરા મોઈન વી.(સહયોગી),  શોએબ આઈ. સૈયદ (સહયોગી)નો આભાર વ્યક્ત કર્યો હતો. અને મોહસીન વહોરા (મેનેજિંગ ટ્રસ્ટી)નું શાળા તરફથી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.