Western Times News

Gujarati News

કચરામાંથી કંચન શોધતા મનપાના ઉચ્ચ અધિકારી

Files Photo

ડમ્પ સાઈટ નિકાલ માટે એક હજાર ટનના ટ્રો-મીલ મશીનનું નવું કૌભાંડ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવજાદના કલંક સમાન ‘પીરાણા ડમ્પ સાઈટ’ ભ્રષ્ટાચારનું એ.પી.સેન્ટર બની રહી છે. પીરાણા ડમ્પ સાઈટનો બે વર્ષમાં નિકાલ કરવાના દાવા ખોટા સાબિત થવાના ડરથી મ્યુનિસિપલ કોર્પોેરશનના વહીવટી તંત્ર દ્વારા આડેધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી સમયે સતાધીશોને વિશ્વાસમાં લીધા વિના મ્યુનિસિપલ કમિશ્નરે ડમ્પ સાઈટ પર ટ્રો-મીલ મશીન લગાવ્યા હતા. જે અંગે વ્યાપક ઉહાપોહ થયા બાદ સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.સદ્દર દરખાસ્તમાં ટ્રો-મીલ મશીનના ભાગ સિવાય કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

મ્યુનિસિપલ કમિશ્નર અને સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટરે અગમ્ય કારણોસર મંજુર થયેલ દરખાસ્ત મુજબ મશીનો ન લગાવીને ડમ્પ સાઈટના નિકાલમાં અસહ્ય વિલંબ કર્યો છે. હવે, માનીતા કોન્ટ્રાક્ટરોને ગોઠવવા માટે એક હજાર મેટ્રીક ટનના મશીન લગાવવા માટે નવી દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેની ભાષા પણ અગાઉની દરખાસ્ત જેવી જ અસ્પષ્ટ છે. તેથી એક દરખાસ્તની આડમાં અનેક કંપનીઓની ગાઠવણ થાય એવી શંકા પ્રવર્તી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરે લગભગ આઠ મહિના અગાઉ પીરાણા ડમ્પ સાઈટનો માત્ર બે વર્ષમાં જ નિકાલ કરવાની જાહેરાત કરી હતી તથા તે સમયે એક્સલ ઈન્ડ.નું ટ્રો-મીલ મશીન ડમ્પ સાઈટ લગાવ્યુ હતુ.

જેમાં દૈનિક ૩૦૦ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવાના દાવા કરવામાં આવ્યા હતા. પ્રાયોગિક ધોરણે સારા પરિણામ મળ્યા બાદ કમિશ્નરે વધુ પ૦ મશીન મુકવા માટે નિર્ણય કર્યો હતો તથા તે અંગે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરી હતી.જેમાં પ્રતિ મશીન માસિક રૂ.૬.૪૦ લાખ ભાડેથી લેવા માટે મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ તેમાં ખર્ચની અંદાજીત કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

મ્યુનિસિપલ કમિશ્નરની સુચના અનુસાર સોલીડ વેસ્ટ વિભાગે આઠ માસમાં ૧પ ટ્રો-મીલ મશીન ડમ્પ સાઈટ પર મુક્યા છે. જે ૩૦ થી પ૦ મુકવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. ચોમાસાની સિઝનને બાદ કરતા ૩૦૦ મેટ્રીક ટન ટ્રો મીલ મશીનમાં સારા પરિણામ મળ્યા હોવાના દાવા કમિશ્નર અને ખાતાના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવ્યા હતા તેમ છતાં અગમ્ય કારણોસર એક હજાર મેટ્રીક ટનનું મશીન મુકવામાં આવ્યુ હતુ. સુત્રોએ જણાવ્યાનુસાર સ્ટેન્ડીંગ કમિટિ મજૂરી મુજબ ૫૦ મશીન મુકવામાં આવ્યા હોય

તો ડમ્પ સાઈડ પરિસ્થિત  અલગ હોય તેમ છતા ે ‘સેવ એન્વાયરો’ નામની સંસ્થા પાસેથી પ્રતિ માસ રૂ.રર લાખના ભાડાથી એક હજાર ટનનું મશીન મુકવામાં આવ્યુ હતુ. જેના ટ્રાયલ રન પણ થઈ ગયા છે. સદ્દર સંસ્થાને ફાયદો થાયછ એવા આશયથી જ એક હજાર મેટ્રીક ટનની ક્ષમતાવાળા વધુ મશીન લગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

તથા તે અંગે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી કોઈપણ ભોગે ‘સેવ એન્વાયરો’ પાસેથી રૂ.રર લાખના ભાડે ટ્રો-મીલ મશીન લેવા માટે ઉત્સુક હતા તેથી ટેન્ડર શરતોમાં પણ અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ અચાનક, હૈદ્રાબાદની એક સંસ્થાએ રૂ.૧૪ લાખ ભાડાની ઓફર કરતા ભ્રષ્ટાચારનું માળખું ધરાશાયી થયુ હતુ. હૈદ્રાબાદની સંસ્થાએ ઓછા ભાવ આપ્યા હોવાનું તેને કોન્ટ્રાક્ટ આપવો જરૂરી છે. તેથી સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ થયેલ નવી દરખાસ્તમાં સદ્દર સંસ્થા પાસેથી કેટલા મશીન લેવા તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાથે સાથે ભવિષ્યમાં આ પ્રકારના મશીન મુકવા માટેની સત્તા કમિશ્નરને આપવા માટેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે ડમ્પ સાઈટ ખાતે એક હજાર મેટ્રીક ટનની ક્ષમતાવાળા ૧પ મશીન મુકવાના આશયથી ટેન્ડર જાહેર કરાવ્યા હતા. પરંતુ હૈદ્રાબાદની કંપનીએ ઓછા ભાવ આપીને તમામ પાસા ઉંધા કર્યા છે. જા હૈદ્રાબાદની કંપનીએ ભાગ લીધો ન હોત તો ‘સેવ એન્વાયરો’ ને રૂ.રર લાખ પ્રતિ માસ ભાડાથી ૧પ મશીનનો કોન્ટ્રાક્ટર આપવાની તૈયારી થઈ ચુકી હતી.

પરંતુ તેમાં સફળતા ન મળતાં હૈદ્રાબાદની કંપની પાસેથી માત્ર એક જ ટ્રો-મીલ મશીન લેવામાં આવશે. જ્યારે બાકી ૧૪ મશીનનો નિર્ણય કમિશ્નર કરશે. ઉલ્લેખનીય બાબત એ છે કે ૩૦૦ મેટ્રીક ટન ટ્રો-મીલ મશીનની જેમ એક હજાર ટનની કેપેસીટીવાળા મશીન પણ લગભગ જુના જ રહેશે. જેના લાઈટબીલનો ખર્ચ પણ કોર્પોરેશનના શીરે જ રહેશે. તથા છુટા પાડવામાં આવેલા કચરા પૈકી પ૦ ટકા કચરાનો બારોબાર ‘વહીવટ’  કરવાની છૂટ રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.