Western Times News

Gujarati News

નાગરિકતા કાયદાથી મુસ્લિમોને જરાય જોખમ નથી, હું તેમની પડખે ઉભો રહીશઃ રજનીકાન્ત

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિવાદમાં સંપડાયેલી કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવી રહ્યાં છે. સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર સરજીકાંતે મોદી સરકારના સીએએનું સમર્થન કરતા રહ્યું કે તેનાથી દેશના કોઇ પણ નાગરિકને ભય નથી અને જો મુસલમાનોને કોઇ ખતરો ઉભો થયો તો હું તેની સાથે ઉભો રહીશ. નાગરિકતા કાયદાની સામે ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે.

રજનીકાંતે નાગરિકતા કાયદાની સાથે સાથે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરનું પણ સમર્થન કર્યું. તેમણે કહ્યું કે બહારથી આવતા લોકોની માહિતી એકઠી કરવી જરૂરી છે. એને જો એનપીઆર અપડેટ કરવામાં નહીં આવે તો કોણ આ દેશમાં બહારથી આવ્યાં છે તેની ખબર નહીં પડે. તેમણે એનઆરસી પર સ્પષ્ટતા કરતા કહ્યું કે એનઆરસી હજુ સુધી તૈયાર નથી થયું. જ્યારે તેના પર કોઇ પ્રસ્તાવ નથી આવ્યો તો લોકોને તેની સામે ઉશ્કેરવા યોગ્ય નથી.

19 ડિસેમ્બરના રોજ રજનીકાંતે તામિલ ભાષમાં કરેલી એક ટ્વીટમાં સીએએ પર થઇ રહેલી હિંસ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે હિંસાને વખોડી કાઢથા કહ્યું હતુ કે હિંસા અને રમખાણ કોઇ પણ સમસ્યાનો રસ્તો કાઢવાનું કારણ ન બનવું જોઇ. હું દેશના નાગરિકોને સાથે મળીને અને દેશની સુરક્ષા અને કલ્યાણ અંગે જાગરૂત થવાની અપીલ કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.