Western Times News

Gujarati News

ગટરની સ્વચ્છતા  શૌચાલયના સુવિધાને બદલે સ્વચ્છતા સર્વેક્ષણના બોર્ડ લગાવી તંત્રએ સંતોષ માન્યો 

ઠેર ઠેર કાદવ કિચડ ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આંગણવાડી અને પ્રાથમિક
શાળાના ભુલકાઓને આરોગ્ય સાથે ચેડા pmo પર રજૂઆત : સ્વચ્છતા તેમજ
ગટરોની લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીમાં વહી ગઈ 

પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલી તાલુકા મથકે ગટર ના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવાને બદલે મહમદીયા આંગણવાડી તેમજ ઉર્દુ પ્રાથમિક શાળા પાસે ગટરના ગંદા પાણીનું તળાવ ઉભરાતા બાળકોના આરોગ્ય સાથે ચેડા થતું હોવાથી  જાગૃત નાગરિક દ્વારા પીએમઓ પોર્ટલ પર રજૂઆત એક વર્ષથી જાહેર શૌચાલયનું મંતર ગતિએથી ચાલતું બાંધકામ સ્વચ્છતાના ધજાગરા ઉડાડતા સંજેલી નગર

સંજેલી તાલુકા મથકે છેલ્લા બે વર્ષથી માંડલી ચોકડી પર આવેલી મહમદિયા આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા પાસે જ ગટરના ગંદા પાણી તળાવની જેમ ઉભરાતા પંચાયતનું વહીવટી તંત્ર ખાડે ગયું છે

બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાથી ગામના લોકો દ્વારા યોજાતી દરેક ગ્રામસભામાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં વારંવાર લેખિત મૌખિક રજૂઆત છતાં પણ યોગ્ય નિકાલ ન થતાં ગામના જાગૃત નાગરિક દ્વારા પીએમઓ પોર્ટલ પર રજૂઆત કરવામાં આવી એક વર્ષ અગાઉ પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ગટર ની કામગીરી શરૂ કરી હતી

પરંતુ તંત્ર દ્વારા અધુરૂ કામ છોડી મુકાતા સ્થાનિક લોકો દ્વારા ગટર પુરી દેવામાં આવી હતી વહીવટી તંત્ર સંજેલી નગરમાં સ્વચ્છતા બાબતે કે ગટર ના નિકાલ બાબતે નિષ્ફળ નીવડી છે તંત્રની મિલીભગત કે બેદરકારી ગ્રામજનોની વારંવાર લેખિત મોકિત રજૂઆત છતાં પણ તાલુકાના અધિકારી ધ્યાને લેતા નથી માત્ર નામ પુરતી જ ગટર બનાવવામાં આવી છે કે શું કે  સરકારના ખોટા રૂપિયાનો વ્યર્થ કરવામાં આવી રહ્યો છે તાલુકામાં જાહેર શૌચાલયનું કામ પણ છેલ્લા એક વર્ષથી મંતર ગતિએ ચાલી રહ્યું છે

સત્તાધારી સરપંચે દસ વર્ષ પહેલાં બનાવેલું જાહેર શૌચાલય પણ શોભાના ગાંઠિયા સમાન  છતાં પણ તાલુકાના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે માત્ર સ્વચ્છતા સર્વેક્ષણના બોર્ડ લગાવીને જ સંતોષ માની લેવામાં આવી રહ્યો છે   ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે અને નાના ભૂલકાઓ તેમના આરોગ્ય ચિંતામાં પડ્યા છે ત્યારે જિલ્લા અધિકારી આ બાબતે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરે તેવી તાલુકાની પ્રજાની માંગ છે

 જવાબ   જાહેર શૌચાલયનું એક વર્ષથી કામકાજ ચાલુ છે જે ટૂંક સમયમાં કામ પૂર્ણ થઇ જશે અને ખુલ્લું મૂકવામાં આવશે જ્યારે ગટરના ગંદા  પાણી બાબતે ગ્રામજનોનો  પૂરતો સાથ સહકાર મળતો નથી તેવું સરપંચ જણાવી રહ્યાં છે  તાલુકા વિકાસ અધિકારી એસ જે ભરવાડ સંજેલી આંગણવાડી પાસે ગટરના ગંદા પાણીનો પંચાયત દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી તંત્ર દ્વારા ગટર પણ અધૂરી બનાવવામાં આવી હતી

જેથી ગટરનું ગંદુ પાણી આગળ જઇ રહ્યું ન હતું આવા અધૂરા કામ કરી  ગ્રામજનો ઉપર દોષનો ટોપલો ઠાલવી દેવામાં આવી રહ્યો છે માત્ર નામ પુરતી જ ગટરો બનાવવામાં આવી રહી છે નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે જોવા મળી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયામાં નો લાભ લઇ પીએમઓ પોર્ટલ પર રજૂઆત કરી છે   રજૂઆત કરતાં ફરહાન પટેલ સંજેલી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.