Western Times News

Gujarati News

વડોદરાના વરરાજા ઝઘડિયાના પાણેથા ગામે પરણવા હેલિકોપ્ટર લઈ આવ્યા

વડોદરાના ઉદ્યોગપતિનો પુત્ર અને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના સહકારી આગેવાન ની પુત્રીના લગ્ન યોજાયા હતા.: વરરાજા હેલિકોપ્ટરમાં આવતા તેમને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો મહેમાનો હેલિપેડ પર એકત્ર થયા હતા.

ભરૂચ: ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના સહકારી આગેવાન અતુલ પટેલની પુત્રી અને વડોદરાના ઉદ્યોગપતિ વસંત પટેલના પુત્ર ના લગ્નમાં વરરાજા બાદલ વહુ અનલ ને પરણવા પાણેથા ગામે હેલિકોપ્ટર લઈ આવી પહોંચ્યા હતા.વરરાજા હેલિકોપ્ટરમાં આવવાના હોઈ આજુબાજુના ગ્રામજનો અને મહેમાનોમાં ઉત્સુકતા જોવા મળી હતી જેને જોવા મોટી સંખ્યામાં પાણેથા ગામે બનાવેલ હેલિપેડ પર ગ્રામજનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન સમયમાં લગ્નપ્રસંગ એ જીવનના અનેરા ઉત્સવ તરીકે બની રહે તેવા પ્રયોજનથી લોકો ઉજવતા હોઈ છે.જાન લઈ પરણવા જવું એટલે સ્કાય હેઝ નો લિમિટ્સ જેટલો ઉત્સાહ વરરાજને હોય છે જેથી વિવિધ પ્રકારની ગાડીઓ, બગીઓ, ઘોડાઓ પર બેસી પરણવા જવાનો શોખ આજના યુવાનોમાં જોવા મળી રહ્યો છે.ગાડીઓને પણ વિવિધ પ્રકારે ડેકોરેટિવ બનાવવામાં આવે છે.એવું બનતું નથી કે વરરાજા બાય રોડ ના બદલે બાય એર પરણવા આવ્યા હોઈ !..હા પણ એવું બન્યું છે.

ગતરોજ ઝઘડિયાના પાણેથા ગામે વડોદરાના વરરાજા હેલિકોપ્ટર લઇ પરણવા આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના વતની અને સહકારી આગેવાન અતુલભાઈ પરસોત્તમભાઈ પટેલની પુત્રી અનલ ના લગ્ન વડોદરાના ઉદ્યોગપતિ વસંતભાઈ પટેલના પુત્ર બાદલ સાથે નક્કી થયા હતા.ગતરોજ ૧૬.૦૨.૨૦ તેમનો લગ્ન સભારંભ યોજાયો હતો. વડોદરાથી જાન પાણેથા ગામે આવી હતી. નવાઈની વાત એ છેકે વરરાજા બાદલ વહુ અનલ ને પરણવા હેલિકોપ્ટર લઇ આવી પહોંચ્યા હતા.વડોદરા થી હેલીકૉપટર ઝઘડિયાના પાણેથા ગામે આવી પહોંચતા વરરાજા ને આવકારવા અને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો પાણેથા ગામે બનાવેલ હેલિપેડ પર એકત્ર થયા હતા.

વરરાજા બાદલ હેલિકોપ્ટર મારફતે પાણેથા ગામે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત અતુલભાઈના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરરાજા બાદલ પટેલે જણાવ્યું હતું કે અમે પહેલેથીજ નક્કી કર્યું હતુંકે લગ્ન કરવા જઈશ ત્યારે હેલિકોપ્ટરમાં જઈશ.વરરાજા બાદલ હેલિકોપ્ટ રમાંથી ઉતર્યા બાદ લિમોઝીન કારમાં સવાર થઇ હેલિપેડ થી લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.