Western Times News

Gujarati News

ગુજરાત અને UK વચ્ચે સહયોગના નવા દ્વાર ખુલશેઃ  વેસ્ટ મિડલેન્ડના મેયર સાથે મુખ્યમંત્રીની બેઠક

2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ગ્રીન ઇકોનોમી માટે ગુજરાત-UK સાથે મળીને કરશે કામ; જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાનો મહત્વનો નિર્ણય

CM ભૂપેન્દ્ર પટેલની વેસ્ટ મિડલેન્ડના ડેલિગેશન સાથે મુલાકાત: AI, EV અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભાગીદારીની તૈયારી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમ્બાઈન્ડ ઓથોરીટીના વેસ્ટ મિડલેન્ડના મેયરશ્રી રિચાર્ડ પાર્કર અને હાઈલેવલ ડેલીગેશને ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલી UK-ઈન્ડીયા ટ્રેડ ડિલ પછી પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવેલ આ ડેલીગેશનના સભ્યોએ હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી અને EV, સ્કીલ ડેવલપમેન્ટ, AI, એડવાન્સ મેન્યુફેક્ચરીંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, ગુજરાતમાં 2030માં યોજનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇકોસીસ્ટમ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણમાં UKની તજજ્ઞતાના યોગદાન બાબતે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યમાં પણ ગુજરાત ગ્રીન ગ્રોથ સહિતના ઉભરતાં ક્ષેત્રોથી લીડ લેવા સજ્જ છે અને UKને સહભાગીતાના આવા જે ક્ષેત્રોમાં રસ હોય તેમાં ગુજરાત સરકાર સંપૂર્ણ સહકાર આપવા ઉત્સુક છે.

મુખ્યમંત્રીશ્રીએ આવા સેક્ટર્સ એક્સપ્લોર કરવા અને પરસ્પર વિકાસની સંભાવનાઓને ગતિ આપવા ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડના અધિકારીઓનું એક જોઈન્ટ વર્કીંગ ગ્રુપ બનાવવાનું સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની આગામી કડી તથા 2027ના વાઈબ્રન્ટ સમિટમાં જોડાવાનું આમંત્રણ પણ આ ડેલિગેશનને આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.